કિલ્લાઓ પર દારુ પીનારાઓને મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે ચેતવણી આપી છે. જો કોઇ પણ કિલ્લા પર દારુ પીતા પકડાશે તો તેને ત્રણ મહિનાની જેલ અને 10,000 રુપિયાનો ફાઇન થશે. સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારે કોંગ્રેસના થોપટે, અશોક ચવ્હાણ, નાના પટોલે સહિત ઘણાં ધારાસભ્યોએ સરકારને આ સંદર્ભે પ્રશ્ન કર્યો હતો. સાંસ્કૃતિક કાર્ય વિભાગના સુધીર મુનગંટીવારએ ક્હયું કે સરકાર કિલામાં દારુ પિનારાઓના વિરોધમાં એક કડક કાયદો બનાવી રહી છે. આ માટે કેન્દ્ર સરકારને પણ શિફારીશ કરવામાં આવશે. કાયદો અને ન્યાય વિભાગને પણ આ અંગે પ્રસ્તાવ મોકલવામાં આવશે.
રાજકીય સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મુનગંટીવારે કહ્યું કે, ‘પ્રસ્તાવીત કાયદામાં એક એવો મુદ્દો પણ સામેલ કરવામાં આવ્યો છે, જેમાં જે કોઇ પણ કિલ્લામાં દારુ પીનાર અંગે માહિતી આપશે એને દંડની રકમના 25 ટકા રકમ ઇનામમાં આપવામાં આવશે. કિલ્લાઓ પર માર્શલ પણ એપોઇન્ટ કરવામાં આવશે. રાજગઢ, રાયેશ્વર, રોહીડેશ્વર, તોરણા જેવા કિલ્લાઓ પર રાખવામાં આવેલ સૂરક્ષા રક્ષકો તરફથી કોઇ ફરિયાદ આવી નથી. જોકે ફરિયાદ મળતા એક જ અઠવાડિયામાં યોગ્ય કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.’
આ ઉપરાંત તેમણે કહ્યું કે, ‘ 75 જૂની ઇમારતોમાં જનસુવિધા કેન્દ્ર ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુલભ ઇન્ટરનેશનલ સાથે 30 વર્ષનો કરાર કરવામાં આવશે. રાજ્યના તમામ 387 સ્મારકો પર સરકાર દ્વારા ક્યુઆર કોડની સાથે સાથે એની સાથે જોડાયેલી જાણકારીની પટ્ટી પણ લગાવવામાં આવશે. એક વર્ષમાં આ તમામ કામ પૂરા કરવામાં આવશે.’