(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્ર્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામના કારણે ૨જીથી ૧૨મી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી રેલ ટ્રાફિકને અસર થશે. જેમાં આઠ ટ્રેન સંપૂર્ણ પણે રદ, ૧૧ ટ્રેન આંશિક રદ રહેશે. જેના કારણે અમદાવાદ, મુંબઈ સહિતની રૂટની કેટલીક ટ્રેનોને અસર થશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમના જણાવ્યા મુજબ રદ કરાયેલી ટ્રેનોમાં વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ૩જીથી ૧૧મી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી રદ, જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ૪થી થી ૧૨મી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી રદ, રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ૭મી થી ૧૧મી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી રદ, પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ ૭મી થી ૧૧મી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી રદ, ઓખા-વેરાવળ એક્સપ્રેસ ૬ઠ્ઠીથી ૧૧મી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી રદ, વેરાવળ-ઓખા એક્સપ્રેસ ૭મી થી ૧૨મી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી રદ, અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેન ૧૧મી ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ રદ અને ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન ૧૨મી ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ રદ રહેશે. જ્યારે આંશિકરીતે રદ કરાયેલી ટ્રેનોમાં ભાવનગર-ઓખા એક્સપ્રેસને ૨જી થી ૧૦મી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિકરીતે રદ રહેશે. ઓખા-ભાવનગર એક્સપ્રેસને ૩જી થી ૧૧મી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિકરીતે રદ રહેશે. મુંબઈ સેન્ટ્રલ-હાપા દૂરંતો એક્સપ્રેસને ૨જીથી ૧૦મી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસને ૩જી ફેબ્રુઆરીથી ૧૧મી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન હાપા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિકરીતે રદ રહેશે.
અમદાવાદ -વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસને ૩જીથી ૧૧મી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ ટ્રેન સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિકરીતે રદ રહેશે. વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસને ૩જીથી ૧૧મી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિકરીતે રદ રહેશે. બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસને ૬ઠ્ઠીથી ૧૦મી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી બાંદ્રાથી વાંકાનેર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વાંકાનેર-જામનગર વચ્ચે આંશિકરીતે રદ રહેશે.
જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસને ૭મી થી ૧૦મી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી વાંકાનેરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-વાંકાનેર વચ્ચે આંશિકરીતે રદ રહેશે. બાંદ્રા-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને ૬ઠ્ઠીથી ૧૦મી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિકરીતે રદ રહેશે. વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને ૭મીથી ૧૧મી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિકરીતે રદ રહેશે. રેવા-રાજકોટ એક્સપ્રેસને ૬ઠી ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ રીવાથી વાંકાનેર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.