ભુજ: માંડવી તાલુકાના પીપરી ગામની સીમમાં આવેલી એક વાડીમાં જુગાર ખેલી રહેલી એક મહિલા સહિત પ્રતિષ્ઠિત આગેવાનો અને કેટલાક રાજકીય અગ્રણીઓને ભુજની સ્થાનિક ગુન્હાશોધક શાખાએ લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લેતાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. સ્થાનિક ગુન્હાશોધક શાખાના પી.આઇ એસ.એન.ચુડાસમાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, પેટ્રોલિંગમાં રહેલી તેમની ટીમને મળેલી પૂર્વ બાતમીના આધારે માંડવી તાલુકાના પીપરી ખાતેની એક વાડીમાં દરોડો પાડી અલગ, અલગ જગ્યાએથી ખેલીઓને બોલાવી જુગાર રમાડતો પીપરી ગામનો સરપંચ વાલજી સંધાર, અશોક સોની (રહે. ભુજ), ઇબ્રાહીમ પઠાણ ઉર્ફે અધાભા (રહે. ભુજ), અનીલ ઠક્કર, કરશન સંધાર (રહે. પીપરી), બળવંતસિંહ જાડેજા (રહે. અંજાર), વાલજી સંધાર (રહે. પીપરી) તથા રક્ષા ઠાકોર નામની ભુજની મહિલા સહિત તમામ જુગારીઓ પાસેથી ૧.૧૯ લાખની રોકડ, બે કાર સાથે કુલ ૧૪.૫૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ચુડાસમાએ ઉમેર્યું હતું કે, દરોડામાં ઝડપાયેલા પીપરી ગામના સરપંચ વાલજી ભવાનજી સંઘાર સામે માંડવી પોલીસ મથકે વર્ષ ૨૦૧૪ તથા ૨૦૧૯માં દુષ્કર્મ સહિત બે ગંભીર ગુન્હાઓ નોંધાયેલા છે, જયારે અન્ય આરોપી કરસન ખીમજી સંધાર સામે પણ અગાઉ ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૭ મુજબનો ગુન્હો નોંધાઈ ચુક્યો છે. ઉ