Homeઆપણું ગુજરાતઈદ અને પરશુરામ જયંતી એક જ દિવસે, ગુજરાત પોલીસ અલર્ટ પર

ઈદ અને પરશુરામ જયંતી એક જ દિવસે, ગુજરાત પોલીસ અલર્ટ પર

રામનવમીની ઉજવણી દરમિયાન ગુજરાત ઉપરાંત પાંચ રાજ્યોમાં સાંપ્રદાયિક હિંસાના બનવો બન્યા હતા. ગુજરાતના વડોદરામાં રામનવમીના સરઘસ દરમિયાન પથ્થર મારો થયો હતો. આગામી 22 એપ્રિલના રોજ ઈદ અને પરશુરામ જયંતી એક જ દિવસે આવતી હોવાથી કાયદો અને વ્યવસ્થાના જાળવી રાખવા ગુજરાત સરકાર અને પોલીસ પ્રસાશન સર્તક થઇ ગયા છે.
પરશુરામ જયંતિ અને રમઝાન ઈદ બંને એક જ તારીખે આવવાનાં છે. જેને ધ્યાનમાં રાખીને DGP વિકાસ સહાયે બુધવારે સાંજે તમામ જિલ્લા પોલીસ વડાઓ, રેન્જ અધિકારીઓ અને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના પોલીસ કમિશનરો સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. DGP સહાયે 22 એપ્રિલના રોજ કોઈપણ ઉજવણીની પરવાનગી આપવા સાથે લેવાના પગલાં વિશે ચર્ચા કરી હતી. જીલ્લા પોલીસ વડાઓને સૂચના આપવામાં આવી છે કે ઈદની નમાજ પછી ઈદની ઉજવણી માટેનો રૂટ અને પરશુરામ જયંતિના સરઘસનો રૂટ એકબીજાને ક્રોસના કરે.
કોઈપણ પ્રકારનું તોફાન ન ફાટી નીકળેએ માટે પોલીસને સતર્ક રહેવા માટે રાજ્યવ્યાપી ચેતવણી જારી કરવામાં આવી છે. વડોદરા, આણંદ, ખંભાત, હિંમતનગર અને સાબરકાંઠાને વિશેષ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આ વિસ્તારો સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ ગણાય છે.
પોલીસ સૂત્રના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી પરશુરામ જયંતિ પર શોભા યાત્રા યોજવા માટે 111 અને ઈદની જાહેર ઉજવણી માટે 102 અરજીઓ આવી છે. પરશુરામ જયંતિ શોભા યાત્રાની પરવાનગી માટેની અરજીઓ વધી શકે છે.
સૂત્રએ જણાવ્યું કે, કેન્દ્ર તરફથી તમામ રાજ્યોને 22 એપ્રિલે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિશેષ આયોજન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાઓને જો જરૂર હોય તો વધારાની ફોર્સ તૈનાત કરવા કહેવામાં આવ્યું છે.
તાજેતરના રામ નવમીની ઉજવણીમાં અનેક રાજ્યોમાં હિંસા થઈ હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશના વડોદરામાં અથડામણ થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -