નાગપુર હાલ ભઠ્ઠીમાં શેકાઇ રહ્યું છે ત્યારે તાપ ઓછો લાગે એ માટે નાગપુરની માર્કેટમાં એર કૂલર્સ બેસાડવામાં આવી રહ્યા છે, અન્ય તસવીરમાં રવિવારે નવી મુંબઈના ખારઘર સ્થિત મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ કાર્યક્રમમાં લૂ લાગવાને કારણે ૧૩ જણનાં મોત થયાં હતાં, જ્યારે આઠ જણની એમજીએમ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ નજરે ચડે છે. જ્યારે છેલ્લી તસવીરમાં શહેરમાં તાપમાનનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો હોવાથી મુંબઈગરાઓ ગરમીથી બચવા માટે અનેક નુસખાઓ કરતા હોય છે. ઘાટકોપરના આ વરિષ્ઠ નાગરિકે પોતાની કેપની અંદર પંખો બેસાડ્યો હતો અને હરતીફરતી રાહત મેળવી હતી. (તસવીરો :અમય ખરાડે, પીટીઆઈ)