ઘણી વખત આપણી પૈસાની લેવડ દેવડ કરતી વખતે ઘાઈ-ઘાઈમાં કોઈ પાસેથી ફાટેલી તૂટેલી નોટ આવી જાય છે અને આપણી પાસે આવી ગયેલી આ ફાટેલી નોટ કોઈ લેવા તૈયાર નથી થાય ત્યારે મુંઝવણ ઓર વધી જાય છે. પણ આજે અમે અહીં તમારી આ મુશ્કેલીનું સમાધાન લઈને આવ્યા છીએ.
આમ તો ખરાબ કે ફાટી ગયેલી નોટ બેન્કમાં બદલી શકાય છે, પણ જાણકારીના અભાવે અમુક લોકો બેન્કમાં નહીં જતાં બજારમાં રહેલાં એજન્ટ પાસે નોટો બદલાવી લેતાં હોય છે. જોકે, તેના બદલામાં એજન્ટ તેમને ઓછા પૈસા આપે છે.
જો તમારી પાસે પણ ફાટેલી-તૂટેલી જૂની નોટો પડી છે, તો તમે સરળતાથી તેને બેન્કમાં જઈને બદલાવી શકશો. રિઝર્વ બેન્ક ઓફ ઈંડિયાની ગાઈડલાઈન અનુસાર, જો કોઈ બેન્ક આવું કરવાની ના પાડે છે, તો તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. બેન્ક દ્વારા ફાટેલી-તૂટેલી નોટ નહીં બદલવાની સ્થિતીમાં ગ્રાહક આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર તેની ઓનલાઈન ફરિયાદ કરી શકે છે.
રિઝર્વ બેન્કના સર્ક્યુલર અનુસાર, ફાટેલી-તૂટેલી નોટ બદલવા માટેની એક ચોક્કસ મર્યાદા હોય છે અને એક વ્યક્તિ એક વખતમાં વધુમાં વધુ 20 નોટ બદલી શકે છે. પણ તેની કુલ કિંમત 5 હજાર રૂપિયાથી વધારે હોવી જોઈએ નહીં. આ સિવાય એકદમ સળગી ગયેલી, ફાટેલી નોટ બેન્કમાં બદલી શકાતી નથી, કારણ કે આ ફક્ત આરબીઆઈની ઈશ્યૂ કરવા આવેલી ઓફિસમાં જ જમા કરી શકાય છે.
ફાટેલી નોટના બદલામાં તેના પર કેટલા રૂપિયા મળશે, તે એ વાત પર નિર્ભર કરે છે કે, નોટ કેટલી ફાટેલી છે.
આરબીઆઈનું એવું કહેવું છે કે જૂની અને ફાટેલી નોટ સરળતાથી બદલી શકાય છે અને તેના માટે બેન્ક આપની પાસે કોઈ ચાર્જ વસૂલતી નથી. પણ જો નોટ એકદમ સળગેલી છે અથવા તેના કેટલાય ટુકડા થઈ ચુક્યા છે, તો આવી સ્થિતીમાં નોટને બદલી શકાશે નહીં. કારણ કે, જો બેન્ક અધિકારીને લાગે છે કે, નોટને ફા઼ડવામાં આવે છે, તો બેન્ક તેનો સ્વીકાર નહીં કરે…