થાણે: ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ (ઈઓડીબી) પોર્ટલ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે તમામ કેસોના નિકાલ (શૂન્ય પેન્ડન્સી)નું લક્ષ્ય હાંસલ કર્યું હોવાનું મહારાષ્ટ્ર સરકારની સિટી પ્લાનિંગ ઓથોરિટી સિડકોએ જણાવ્યું હતું. સિડકોએ ઈઓડીબી પોર્ટલ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ સંબંધિત ફાઈલો ક્લિયર કરીને તમામ કેસોનો નિકાલ કરી દીધો છે, એવું તેમના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય મુખરજીએ જણાવ્યું હતું. ધ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ (ઈઓડીબી) પોર્ટલ સામાન્ય નાગરિકો, રોકાણકારો, બિલ્ડરો અને વિકાસકર્તાઓ જેવી વિવિધ સંસ્થાઓને ઝડપી, પારદર્શક અને કાર્યક્ષમ સેવાઓ પૂરી પાડવા માટે સિડકોની સેવાઓને સરળ, સુવ્યવસ્થિત અને ડિજિટાઈઝ કરશે. આ ઉપરાંત આ પોર્ટલ દ્વારા શૂન્ય પેન્ડન્સીનું નોંધપાત્ર લક્ષ્ય હાંસલ કરવામાં આવ્યું છે, એવું મુખરજીએ સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું.