મુંબઈઃ રાજ્યના રાજકારણમાં નાની નહીં મોટી ઉથલપાથલ થાય તો મહારાષ્ટ્રનું નામ નહીં. છેલ્લા પાંચ વર્ષમાં ભાજપ-શિવસેનાનું ગઠબંધન તૂટ્યા પછી શિવસેના-એનસીપી-કોંગ્રેસનું ગઠનબંધન થયું હતું. એના પછી શિવસેના સામે શિવસેનાના વિધાનસભ્યોએ બળવો કરીને નવી સરકાર ગઠન કર્યું છે એના પછી હવે સૌથી મોટું ડેવલપમેન્ટ આવી રહ્યું છે, જેમાં એનસીપીના નેતા અને વિપક્ષના નેતા અજિત પવાર ભાજપમાં જોડાશે એવું એક સામાજિત કાર્યકર્તાએ ટવિટ કરીને સૌથી મોટો દાવો કર્યો છે.
સામાજિક કાર્યકર્તા અંજલી દમાણિયાએ કરેલા એક ટવિટને લઈને રાજકારણમાં ફરી ખળભળાટ મચી ગયો છે. અંજલી દમાણિયાએ ટવિટ કરીને ફરી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અંજલી દમાણિયાએ દાવો કરતા કહ્યું છે કે મંત્રાલયમાં થયેલી ચર્ચાનો ઉલ્લેખ કર્યો હતો અને ટવિટમાં લખ્યું હતું કે આજે હું કામકાજને લઈ મંત્રાલય ગઈ હતી, જ્યાં મને એક શખસે રોકીને મહત્ત્વની જાણકારી આપી હતી અને એ શખસના દાવા મુજબ આગામી દિવસોમાં બીજા પંદર વિધાનસભ્યની એક્ઝિટ થશે, જેમાં અજિત પવાર પણ ભાજપમાં જોડાશે.
आज मंत्रालयात कामानिमित्त गेले होते. तिथे एका व्यक्तीने मला थांबवलं आणि एक गमतीशीर माहिती त्यांनी दिली. त्यांच्या म्हणण्याप्रमाणे, 15 आमदार बाद होणार आहेत, आणि अजित पवार भाजप बरोबर जाणार आहेत…. तेही लवकरच
बघू…..
आणि किती दुर्दशा होतेय महाराष्ट्राच्या राजकारणाची
— Mrs Anjali Damania (@anjali_damania) April 11, 2023
મહારાષ્ટ્રના રાજકારણમાં સવાર સવારમાં શપથ ગ્રહણ પછી અજિત પવારની નારાજગીથી તમામ લોકો વાકેફ છે, ત્યારે એક ટવિટને લઈ રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે હજુ સુધી અજિત પવારની કોઈ પ્રતિક્રિયા આવી નથી. દરમિયાન ભાજપના એક નેતાએ આરોપ લગાવ્યો હતો કે ગયા વર્ષે જરાંદેશ્વર સહકારી સાકરના કારખાનામાં કરોડો રુપિયાનું કૌભાંડ થયું હતું, ત્યાર પછી સૌથી મોટો વિવાદ થયો હતો.
એના સંદર્ભે ઈડીએ અજિત પવારની સાથે સંકળાયેલા લોકોના ત્યાં દરોડા પાડ્યા હતા અને આ કેસમાં તેમની સામે કાર્યવાહી કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુદ્દે એવું પણ જોવા મળ્યું છે કે સ્ટેટ કોઓપરેટિવ બેંક સ્કેમનો વ્યાપ વધી રહ્યો છે, જેમાં આ કેસને લઈ ઈડીએ ચાર્જશીટ ફાઈલ કરી છે અને હવે જાણવા મળ્યું છે કે અજિત પવાર અથવા તેમની પત્ની સુનેત્રા પવારનું નામ નથી. હવે એવા પણ સવાલ કરવામાં આવી રહ્યા છે કે શું ઈડી અજિત પવારને ક્લિનચીટ આપી છે.