સિક્કિમના યુક્સોમમાં વહેલી સવારે ભૂકંપના ઝટકા વર્તાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રના અહેવાલ મુજબ સોમવારે સવારે લગભગ ૪:૧૫ મિનિટે ૪.૩ ની જેમ તીવ્રતાના ભૂકંપના અચકા લાગ્યા હતા. જે યુકસોમથી ૭૦ કી.મી. ઉત્તર – પશ્ચિમમાં ૧૦ કી.મી. ની ઊંડાઈ વાળો હતો. પ્રાપ્ત માહિતી મુજબ આ ભૂકંપમાં જાન – માલ ની કોઈ નુકસાન થયું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર પૂર્વીય રાજ્ય ભૂકંપ માટે સંવેદનશિલ ક્ષેત્રમાં આવે છે. અને અહી વારંવાર ભૂકંપ ના ઝટકા અનુભવાય છે. આ અગાઉ રવિવારે બપોરે આસામના નાગૌનમાં ભુકંપના ઝટકા અનુભવાયા હતા. રિકટર સ્કેલ પર આ ભૂકંપ ની તીવ્રતા ૪.૦ magnitude હતી.