દિલ્હી અને એનસીઆરમાં ભૂકંપના તીવ્ર આચંકા અનુભવવામાં આવ્યા હતા, જેની અસર છેક જમ્મુ કાશ્મીરમાં અસર થઈ હતી, જ્યાં લોકોએ ભૂકંપના તીવ્ર આચંકા અનુભવ્યા હતા.
આ ભૂકંપની તીવ્રતા 5.9 રિક્ટર સ્કેલની નોંધાઈ છે તથા તેનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાનમાં નોંધાયું છે. આ ભૂકંપની અસર અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં વધારે થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
લખાય છે ત્યાં સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નોંધાયા નથી, પરંતુ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. અગાઉ પણ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના હળવાથી તીવ્ર માત્રાના ભૂકંપના આચંકાનો અનુભવ કર્યો હતો.
અગાઉથી દિલ્હી એનસીઆરમાં ભૂકંપ માટે સૌથી સંવેદનશીલ વિસ્તારમાં આવે છે, જ્યાં મોટી તીવ્રતાનો ભૂકંપ આવે તો તેની અસર મોટી માત્રામાં નુકસાન થઈ શકે છે, તેથી લોકોમાં અગાઉથી ચિંતા રહે છે. નવા વર્ષે દેશના અલગ અલગ સમયે ભૂકંપના આચંકા અનુભવવામાં આવ્યા હતા, જેમાં પહેલી જાન્યુઆરીના મોડી રાતના 11.28 વાગ્યે મેઘાલયના નોંગપોહમાં 3.2 રિક્ટર સ્કેલથી ભૂકંપના આચંકા અનુભવવામાં આવ્યા હતા.