ટેક-વ્યૂ -વિરલ રાઠોડ
વિધાનસભા ચૂંટણીની બેક ટુ બેક ઈનિંગ્સ વચ્ચે અર્થતંત્રમાં થયેલી મોટી ઊથલપાથલની વિસ્તૃત નોંધ લેવાઈ ગઈ. દુનિયાને સૌથી વિશાળ ઇકોનોમીમાં ભારત કદમતાલ કરી રહ્યું છે ત્યારે ડિજિટલ ક્ષેત્રે વધુ એક વિરાટ પગલું લેવાયું. ડિજિટલ કરન્સી ક્ષેત્ર અને પ્લાસ્ટિક ટ્રાન્જેક્શનમાં એક નવી દિશા ઊઘડી. પહેલા બીટકોઈનને લઈને ઘણા બધા વાદવિવાદ સામે આવ્યા હતા, પરંતુ ભારત સરકારે નાણાંને ડિજિટલ રૂપ આપીને સમગ્ર આર્થિક વ્યવહારોની દિશા પરિવર્તન કરવા સાહસ કર્યું. ઇકોનોમીનું આટલું મોટું પરિવર્તન અગાઉ ક્યારેય કોઈએ વિચાર્યું ન હતું. ઓનલાઇન પેમેન્ટની અમાપ અને અફાટ દુનિયામાં ઈ રૂપીએ સ્થાન લઈ લીધું છે. દેશના મહાનગરની સાથે પહેલી વખત ઓડિસાની મહાનગરી ભુવનેશ્ર્વરે ડિજિટલ કરન્સી ક્ષેત્રે ડંકો વગાડ્યો છે.
ઇન્ટરનેટ કનેક્શન વિના કોઈપણના ખાતામાં પૈસા મોકલી શકો છો. આ કોન્ટેક્ટલેસ ડિલિવરી હશે.
આ ઈ-વાઉચર આધારિત ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન ઈ રૂપી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ પેમેન્ટને સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. ઈ રૂપીને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા દ્વારા નાણાકીય સેવાઓ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળના સહયોગથી તૈયાર કરવામાં છે. ઈ રૂપી રોકડ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ મોડ હશે. તે કયુંઆર કોડ અને એસએમએસ સ્ટ્રિંગ પર આધારિત છે જે ઈ-વાઉચર તરીકે કામ કરે છે. આ સર્વિસ હેઠળ યુઝરને પેમેન્ટ કરવા માટે ન તો કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ કે ઇન્ટરનેટ બૅન્કિંગ એક્સેસની જરૂર પડશે. આરબીઆઈ એ પણ માને છે કે સીબીડીસીએ પણ આવો ઓફલાઈન મોડ વિકસાવવો જોઈએ, જેમાં ડિજિટલ રૂપિયાથી ટ્રાન્ઝેક્શન થઈ શકે. આનાથી વધુને વધુ લોકો ડિજિટલ રૂપિયાનો ઉપયોગ કરી શકશે. તે કાગળના ચલણ જેવું જ છે, જેનું સાર્વભૌમ મૂલ્ય છે. ડિજિટલ કરન્સીનું મૂલ્ય પણ વર્તમાન ચલણ જેટલું જ હશે.
કેશ ક્લિયરન્સની દુનિયામાં નવું ચલણ આવતા એક અનોખું પરિવર્તન આવી રહ્યું છે એવું કહેવામાં કંઈ ખોટું નથી. સતત વધી રહેલી ઓનલાઇન પેમેન્ટ સર્વિસને ધ્યાને લઈને મધ્યસ્થ બૅંક નવા ચલણ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જોકે આ પાછળના કેટલાક જો અને તો ના કારણો યથાવત્ છે. જેમ કે દેશના હજી કેટલાક ભાગમાં નેટવર્કના ધાંધિયા છે ત્યાં ઓનલાઇન પેમેન્ટ કેવી રીતે શક્ય છે. હજુ પણ ઓનલાઇન સર્વિસ ઘણી બધી જગ્યાએ માથામાં માટલા ફોડે એવી રીતે હેરાન-પરેશાન કરે છે એવામાં આ કરન્સી કેશનું સ્થાન લઈ શકશે કે કેમ એ પણ મોટો પ્રશ્ર્ન છે. ટેકનોલોજી બૅન્કિંગ ક્ષેત્રે પ્રવેશતા બૅંકનું આખું માળખું બદલાઈ ગયું. ખાસ કરીને પેમેન્ટ અને રિસિવ કેશ માટે ઘણા બધા ઓપ્શન ખૂલી ગયા, જેની સામે એક હકીકત એ પણ કાળજુ કઠણ કરીને સ્વીકારવી પડે છે કે ઓનલાઇન ફ્રોડ એટલા જ વધી ગયા. સાઈબર ક્રાઇમની દુનિયામાં એવડા કેસ સામે આવ્યા કે કેશના નામે કુંડાળા થઈ ગયા. પોલીસને પણ પરસેવો આવી જાય એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં આ નવું નાનું કોઈ મોટું જોખમ ન ઊભું કરે એવી આશા રાખીએ.
શરૂઆતમાં ઈ-રૂપિયાનો ઉપયોગ માત્ર મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ભુવનેશ્ર્વરમાં કરાયો છે. એવો અંદાજ છે કે ડિજિટલ ચલણ દ્વારા રૂ. ૫૦,૦૦૦ થી નીચેનો કોઈ વ્યવહાર રેકોર્ડ નહીં થાય. જે ગ્રાહકો પાસે સ્માર્ટફોન એક્સેસ નથી તેઓ પણ ઈ-રૂપીનો ઉપયોગ કરી શકે છે.
ભારતીય રિઝર્વ બૅંકે તા. ૧ ડિસેમ્બરના રોજ ઇ-રૂપી નામની નવી ડિજિટલ કરન્સી શરૂ કરી. ઈ-રૂપી ઞઙઈંથી કેટલું અને કેવી રીતે અલગ છે એ વાત ખાસ જાણવી જરૂરી છે.
બૅંકોના કર્મચારીઓનું કહેવું છે કે સેન્ટ્રલ બૅંક ડિજિટલ કરન્સી રિટેલને ક્ધઝ્યુમર વોલેટમાં નાણું ટ્રાન્સફર કરે છે, બૅંકો દ્વારા આ ટ્રાન્ઝેક્શનનો કોઈ રેકોર્ડ રાખવામાં આવશે નહીં. રૂ. ૫૦,૦૦૦ થી વધુ રોકડ વ્યવહાર માટે ગ્રાહકોએ તેમનો કાયમી એકાઉન્ટ નંબર (પાનકાર્ડ નંબર) પ્રદાન કરવો જરૂરી છે, જ્યારે ડિજિટલ રૂપિયાના વ્યવહારો માટે સત્તાવાર રીતે આવી કોઈ માહિતીની કોઈ જરૂર નથી, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ૫૦,૦૦૦ રૂપિયાથી નીચેનો કોઈ વ્યવહાર નોંધવામાં આવશે નહીં. કરવેરાના કારણોસર, રૂ. ૨ લાખથી વધુની કોઈપણ ડીલ જાહેર કરવાની જરૂર પડશે.
આર્થિક બાબતોના નિષ્ણાતોના મતે, ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં પણ મોટા પાયે ઇ-રૂપિયાનો ઉપયોગ કરવાની સુવિધા આપી શકાય છે, કારણ કે આ ચલણનો ઉપયોગ ફીચર ફોનમાં ઑફલાઇન વ્યવહારો માટે થઈ શકે છે. યુઝરને એસએમએસ અથવા ક્યુઆર કોડથી ઇલેક્ટ્રોનિક કૂપન પ્રાપ્ત થશે, જે સૌથી કાર્યક્ષમ પદ્ધતિ છે. ઈન્ટરનેટ સુવિધા વગરના વિસ્તારોમાં ઈ-રૂપીનો ઉપયોગ આ જ રીતે કરવામાં આવશે. આ માટે કોઈ બૅંક ખાતાની જરૂર નથી નિષ્ણાતો દ્વારા જાણવા મળ્યું છે કે, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે બૅંક એકાઉન્ટ અને ડેબિટ કાર્ડની જરૂર છે, પરંતુ ઈ-રૂપી વોલેટનો ઉપયોગ આ વસ્તુઓ વિના થઈ શકે છે અને તે વધુ અનુકૂળ પેમેન્ટ વિકલ્પ બની જાય છે. રિટેલ ઈઇઉઈ નો ઉપયોગ કરીને, ઉપભોક્તા કોઈપણ બૅંકની સંડોવણી વિના વ્યવહાર કરી શકશે, અને તે સીધા લોકો-થી-લોકો ડિજિટલ ટ્રાન્સફર હશે. દરેક પ્લેટફોર્મ પર સમાન ઈંઉ ઞઙઈં ઈંઉ સંસ્થાઓ અને સેવાઓમાં અલગ પડે છે, જ્યાં બે અલગ-અલગ પ્લેટફોર્મ પર એક જ બૅંક એકાઉન્ટનો ઉપયોગ કરીને જનરેટ થતા ઞઙઈં ઈંઉ એકબીજાથી અલગ હોઈ શકે છે, પરંતુ દરેક પ્લેટફોર્મ પર ઈ-રૂપી આઈડી સમાન રહેશે.
આર્થિક બાબતોના નિષ્ણાત ‘કુણાલ ચૌધરી’ દ્વારા ખુલાસો થયો છે કે, “ડિજિટલ રૂપિયો વેપારી બૅંકોનેે બદલે છઇઈં દ્વારા ચલાવવામાં આવશે, જ્યારે ઞઙઈં માટે દરેક બેંક પાસે અલગ ઞઙઈં હેન્ડલર છે.” દરેક ઈ-રૂપિયા ટ્રાન્ઝેક્શન માટે માત્ર એડ્રેસની જરૂર પડશે.
આઉટ ઑફ ધ બોક્સ
લાગણીના ખાતામાં જમા અને ઉધારનું પાક્કું સરવૈયું મેચ ન થાય તો ચિંતા ના કરતા, જાવક લેનારાના ખાતામાં આપણું નામ વગર સહી એ જમાં જ રહેશે