મુંબઈઃ આર્થિક રાજધાની મુંબઈમાં વિદેશી સિગારેટની હેરાફેરીના કિસ્સામાં કસ્ટમ્સ વિભાગ દ્વારા આજે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા ન્હાવા શેવા પોર્ટથી વિદેશી બ્રાન્ડેડ સિગારેટનો સ્ટોક જપ્ત કર્યો છે. જપ્ત કરવામાં આવેલા કુલ 1.07 કરોડ જેટલી સિગારેટ છે, જ્યારે તેની માર્કેટ વેલ્યુ 24 કરોડની છે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે કસ્ટમ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આ સાથે કેસની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. DRIઓ દ્વારા આ કેસમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ડીઆરઆઈએ અન્ય ગોડાઉનમાંથી આ આયાત કરાયેલી ઘણી વિદેશી બ્રાન્ડની 13 લાખ સિગારેટનો સ્ટોક રિકવર કર્યો છે, જ્યાં વિદેશી બ્રાન્ડની કુલ 1.2 કરોડ સિગારેટ છે, જ્યારે તેની બજાર કિંમત 24 કરોડ રૂપિયા છે. પોલીસે મુખ્ય આરોપી સહિત અન્ય પાંચ જણની ધરપકડ કરી છે. અહીંના કન્ટેનરની અવરજવર પર દેખરેખ રાખવામાં આવી રહી હતી ત્યારે એક ગોડાઉનથી નજીક એક જાયન્ટ કન્ટેનરને રોકવામાં આવ્યું હતું.
તપાસ કરતા કન્ટેનરમાંથી વિદેશી સિગારેટ મળી હતી, જેમાં બોક્સ હતા. તેને ઉઠાવતા જોયું તો તેનો ભાર વધારે જણાયો હતો, ત્યાર બાદ વિશેષ તપાસ કરતા વિદેશી બ્રાન્ડેડ સિગારેટ મળી હતી, જે ભારતીય ધોરણોનું પાલન નહીં કરવાને કારણે ભારતમાં આયાત કરવા માટે પ્રતિબંધ છે. આ ઉપરાંત તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું હતું કે આ સિન્ડિકેટ કસ્ટમ્સના અધિકારીઓ સાથે છેતરપિંડી કરવા માટે તે સિગારેટોને કન્ટેનરમાંથી બહાર કાઢતી હતી. આ મુદ્દે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.