મુંબઈ: ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર અદિસ અબાબાથી આવેલા પ્રવાસીને આંતરી અંદાજે ૭૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. તેની પૂછપરછ પછી એક હોટેલમાંથી નાઈજીરિયનને પણ તાબામાં લેવાયો હતો. અદિસ અબાબાથી આવનારો પ્રવાસી ઈન્ટરનૅશનલ ડ્રગ સિન્ડિકેટનો સભ્ય છે અને ડ્રગ્સની હેરફેર કરતો હોવાની માહિતી ડીઆરઆઈને મળી હતી. માહિતીને આધારે ડીઆરઆઈના અધિકારીઓએ ઍરપોર્ટ પર શંકાસ્પદ પ્રવાસીને આંતર્યો હતો. તેના સામાનની તપાસ કરવામાં આવતાં ટ્રોલી બૅગમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું.
બૅગમાંથી ૯.૯૭ કિલો હેરોઈન જપ્ત કરાયું હતું, જેની કિંમત અંદાજે ૭૦ કરોડ રૂપિયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ડ્રગ્સની ડિલિવરી નજીકની એક હોટેલમાં આપવાની હતી, એમ પ્રવાસીએ પૂછપરછમાં કહ્યું હતું.
માહિતીને આધારે પોલીસે હોટેલમાં છટકું ગોઠવી હેરોઈનની ડિલિવરી લેવા આવેલા નાઈજીરિયનને તાબામાં લીધો હતો.
નાઈજીરિયનના મુંબઈ સ્થિત નિવાસે તપાસ કરતાં ઓછી માત્રામાં કોકેઈન અને હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલા બન્ને આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે. ઉ