જનજાગૃતિ અભિયાન: વેસ્ટર્ન ઈન્ડિયા ઓટોમોબાઈલ એસોસિયેશન દ્વારા મુંબઈ ટ્રાફિક પોલીસના સહકારમાં રવિવારે કોલાબા ટ્રાફિક પાર્કમાં ડ્રોઈંગ કમ સ્લોગન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. (અમય ખરાડે)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: માર્ગ સુરક્ષાના મુદ્દે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી વેસ્ટર્ન ઈન્ડિયા ઓટોમોબાઈલ એસોસિયેશન (ડબ્લ્યુઆઈએએ) દ્વારા મુંબઈ ટ્રાફિક પોલીસના સહકારમાં રવિવારે મુંબઈમાં ડ્રોઈંગ કમ સ્લોગન કોમ્પિટિશનનું આયોજન કોલાબા ટ્રાફિક પાર્કમાં કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો અને પોતાના અવનવા વિચાર પેઈન્ટિંગ્સ અને સ્લોગનના માધ્યમથી રજૂ કર્યા હતા. આ બાળકોને બાદમાં ટ્રાફિકના નિયમોની જાણકારી આપવામાં આવી હતી અને ખાસ કરીને દ્વિચક્રી વાહનો ચલાવતી વખતે હેલ્મેટનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બાળકો ભાવિ પેઢી છે એટલે તેમના માધ્યમથી સમાજમાં માર્ગ સુરક્ષાની જાગૃતિ ફેલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, એમ ડબ્લ્યુઆઈએએના ચેરમેન નીતિન દેસાઈએ કહ્યું હતું.