ગુજરાતના હીરાબાઇ લોબીને પદ્મશ્રી
નવી દિલ્હી: પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ પચીસ જણને વિવિધ પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઇ હતી. ડૉ. દિલીપ મહાલનાબિસને પદ્મ વિભૂષણ પુરસ્કાર માટે પસંદ કરાયા હતા. હીરાબાઇ લોબી, રતનચંદ્ર કર, નેકરામ શર્મા, મુનીશ્ર્વરચંદ્ર ડાવર, ધનીરામ ટોટો, શંકુરત્રી ચંદ્રશેખર, વડિવેલ ગોપાલ, તુલારામ ઉપ્રેતી, જનમસિંહ સોયને પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ કરાયા હતા. ગુજરાતમાં સિદ્દી સમુદાયના ઉત્કર્ષ માટે યોગદાન આપનારા હીરાબાઇ લોબીને પદ્મશ્રી અપાશે. બાલકૃષ્ણ દોશીને પદ્મ વિભૂષણ અપાશે.
ડૉ. દિલીપ મહાલનાબિસને ઓઆરએસના પ્રણેતા ગણવામાં આવે છે. મુનીશ્ર્વરચંદ્ર ડાવરને જબલપુરમાં ગરીબોની પોષણક્ષમ આરોગ્ય સંભાળ માટે પદ્મશ્રી અપાશે.