આજે દેશના બંધારણના ધડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની 133મી જનમજયંતિ છે. તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે સંસદભવનના લૉનમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, એનસીપી પ્રમુખ શરદ પવાર, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને અન્ય નેતાઓએ હાજરી આપી હતી.
PM @narendramodi paid tributes to the great Dr. Babasaheb Ambedkar on his Jayanti. pic.twitter.com/T1DJ9NJZqX
— PMO India (@PMOIndia) April 14, 2023
“>
રાષ્ટ્રપતિ મુર્મુએ આંબેડકર દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે હું બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ રામજી આંબેડકરની જન્મજયંતિ પર તમામ દેશવાસીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. જ્ઞાનના પ્રતીક અને અદભૂત પ્રતિભાના માણસ, ડૉ. આંબેડકરે પ્રતિકૂળ સંજોગોમાં પણ શિક્ષણશાસ્ત્રી, કાનૂની નિષ્ણાત, અર્થશાસ્ત્રી, રાજકારણી અને સમાજ સુધારક તરીકે કામ કર્યું અને રાષ્ટ્રના કલ્યાણ માટે સૌ સુધી જ્ઞાન પહોંચાડ્યું. તેમનો મૂળ મંત્ર ‘શિક્ષિત બનો, સંગઠિત થાઓ અને સંઘર્ષ કરો’ સમાજના વંચિત સમુદાયને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે હંમેશા સુસંગત રહેશે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે કાયદાના શાસનમાં તેમનો અતૂટ વિશ્વાસ અને સામાજિક-આર્થિક સમાનતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા એ આપણા લોકતંત્રના આધારસ્તંભ છે. આ અવસરે આપણે સૌ ડો. આંબેડકરના આદર્શો અને મૂલ્યોને આપણા જીવનમાં અપનાવવા અને સમતાવાદી અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ તરફ આગળ વધવાની પ્રતિજ્ઞા લઈએ.
I extend my heartiest greetings and best wishes to all fellow citizens on the occasion of the birth anniversary of the architect of our Constitution, Babasaheb Bhimrao Ramji Ambedkar. pic.twitter.com/gQDjMxPGrL
— President of India (@rashtrapatibhvn) April 14, 2023
“>