આપણામાંથી ઘણા લોકો દિવસની શરૂઆત ચા પીને કરે છે અને વળી અમુક લોકો તો એટલા બધા ચા રસિયા હોય છે કે કોઈ પણ ઋુતુ કે સમયે તેઓ ચા પી શકે છે. આપણે ગુજરાતીમાં કહેવત છે કે જેનું અથાણું બગડ્યું એનું વરસ બગડ્યું
અને જેની ચા બગડી એનો દિવસ બગડ્યો…
આ ચાની સાથે આપણે ઘણી વખત એવી વસ્તુઓ ખાઈ લઈએ છીએ જે આપણે જરા પણ ના ખાવી જોઈએ અને તેની અસર આરોગ્ય પર જોવા મળે છે. આજે અમે અહીં તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેનું સેવન તમારા આરોગ્ય માટે ખૂબ જ જોખમી છે અને આ કોમ્બિનેશન તમારી તબિયત બગાડી શકે છે.
ગરમાગરમ ચા સાથે ક્યારેય પણ ઠંડી વસ્તુનું સેવન ના કરવું જોઈએ. આ રીતે ઠંડુ-ગરમ કોમ્બિનેશન ટ્રાય કરવાને કારણે શરદીની સમસ્યા થઈ શકે છે અને તમારી તબિયત બગડી શકે છે. એટલે ભૂલથી પણ ચા સાથે ઠંડી વસ્તુઓનું સેવન કરવાનું ટાળો.
આ ઉપરાંત ઘણા લોકોને ચા સાથે ડ્રાયફ્રૂટ્સ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આ પ્રકારને ડ્રાયફ્રૂટનું સેવન કરવું સદંતર ખોટું છે, એટલે ચા સાથે ડ્રાયફ્રૂટનું સેવન કરશો નહીં. આને કારણે ડ્રાયફ્રૂટ્સનો પૂરતો ફાયદો શરીરને મળતો નથી.
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ પણ ચા સાથે ફ્રૂટ્સ ખાવાનું પણ ટાળવું જોઈએ. ચા સાથે ફ્રૂટ્સનું સેવન કરવાને કારણે સ્વાસ્થ્યને ફાયદો તો નહીં થાય પણ એથી વિપરીત નુકસાન જ થશે. એટલે ચા અને ફ્રૂટ્સ એક સાથે ખાવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળો. ચા અને ફ્રૂટ્સ વચ્ચે થોડુંક અંતર રાખો.