ભારતીય રેલવે એ દેશ જ નહીં પણ દુનિયાનું વિશાળ રેલવે નેટવર્ક છે અને આ જ કારણ છે કે લોકો ટ્રેનોને લાઈફલાઈન તરીકે પણ ઓળખે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવે એ દુનિયાનું ચોથા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. આ જ કારણ છે કે દેશમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે, પણ આજે અમને તમને જણાવી રહ્યા છે કે ટ્રેનના આ કોચમાં પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ. નહીં તમારે જેલના સળિયા ગણવાનો વારો પણ આવી શકે છે. પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવેએ અનેક વર્ગ કે ક્લાસ બનાવ્યા છે અને પ્રવાસીઓએ તેમની સગવડ અને બજેટ પ્રમાણે એ કોચમાં મુસાફરી કરી શકે છે.
મોટા નેટવર્કને સરળતાથી ચલાવવા માટે રેલવે દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. તમારે એ જ ડબ્બામાં મુસાફરી કરવી જોઈએ જેના માટે તમે ટિકિટ ખરીદી છે. પરંતુ શું તમે જાણો છો કે ટ્રેનમાં એક એવો કોચ પણ હોય છે કે જેમાં જો તમે ભૂલથી પણ તેમાં ચઢી જાવ તો તમને જેલની સજા થઈ શકે છે. રેલવેના આ નિયમ વિશે બહુ ઓછા લોકો જાણે છે અને આજે આપણે અહીં રેલવેના આ નિયમ વિશે જ વાત કરવાના છીએ.
દરેક વ્યક્તિને ખબર છે કે ટ્રેનમાં જનરલ, સ્લીપર અને એસી એમ અલગ અલગ કેટેગરીના કોચ જોડવામાં આવે છે. આ સિવાય ટ્રેનમાં એક કોચ એવો પણ હોય છે કે જેમાં મુસાફરી કરવાનું કોઈ પણ પ્રવાસીને મોંઘું પડી શકે છે અને આ કોચ છે ટ્રેનનો પેન્ટ્રી કાર. અમે અહીં પેન્ટ્રી કાર વિશે વાત કરી રહ્યા છીએ. જો કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ ટ્રેનના પેન્ટ્રી કાર કોચમાં મુસાફરી કરતો જોવા મળે તો તેને જેલ અને દંડ બંને થઈ શકે છે.
રેલ્વેના નિયમો અનુસાર કોઈ પણ મુસાફર ટ્રેનની પેન્ટ્રી કારમાં મુસાફરી કરી શકે નહીં અને જો કોઈ પ્રવાસી આવું કરતાં જોવા મળે છે તો તેની સામે કડક પગલાં લેવામાં આવી શકે છે. એટલું જ નબીં આવું કરનાર પ્રવાસીને દંડ અને જેલની સજા પણ થઈ શકે છે. જોકે, ખાસ ઓર્ડર જેમ કે ગરમ દૂધ અથવા પાણી વગેરે માટે, તમે પેન્ટ્રી કારમાં જઈ શકો છો, પણ તેમાં મુસાફરી કરવાની પરવાનગી સામાન્ય પ્રવાસીને બિલકુલ આપવામાં આવતી નથી.