અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મૈનહૈટનમાં કોર્ટની સૂનવણી બાદ સંબોધન કરતાં રાષ્ટ્રપતિ જો બાઇડન પર શાબ્દિક હુમલો કર્યો હતો. ટ્રમ્પ બોલ્યા કે, આપડે અમેરિકાને બચાવવું પડશે. મેં ક્યારેય વિચાર્યુ નહતું કે અમેરિકામાં આવા દિવસો આવી શકે છે. આપડો દેશ નરકમાં જઇ રહ્યો છે. મેં માત્ર એક જ અપરાધ કર્યો છે અને તે છે નિડર થઇને પોતાના દેશની રક્ષા કરવાનો. આપડે નિડર થઇને આપડાં દેશને બર્બાદ કરવા માંગતા લોકોથી બચાવવાનો છે.
ટ્રમ્પ વધુમાં બોલ્યા કે રાષ્ટ્રપતિ બાઇડનના દિકરા હંટર બાઇડનના લેપટોપમાંથી બાઇડન પરિવારનો અપરાધ સામે આવી જ ગયો છે. મારા વિરુદ્ધ આ જે કાવતરું ઘડાઇ રહ્યું છે તે માત્ર ને માત્ર 2024ની ચૂંટણીથી મને દૂર રાખવા માટેનું છે. મારા પર લગાવવામાં આવેલ ગુના રદ કરવા જોઇએ. ટ્રમ્પ અભિયોજન પક્ષને વામપંથી કહેતાં બોલ્યા કે આ લોકો મને કોઇ પણ કિંમતે રસ્તામાંથી હટાવી નહીં શકે.
કોર્ટમાં રજૂ થતાં પહેલાં ટ્રમ્પ દ્વારા તેના સમર્થકો માટે એક ઇમેઇલ પણ લખવામાં આવ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, અમેરિકા માર્ક્સવાદી ત્રીજી દુનિયાનો દેશ બની રહ્યો છે. તેમાં તે બોલ્યા કે મારી ધરપકડ પહેલાંનો આ છેલ્લો ઇમેઇલ છે. તેમણે વધુમાં લખ્યું કે અમેરિકામાં ન્યાય ખતમ થઇ રહ્યો છે. આજે એક એવો દિવસ છે જ્યારે સત્તારુઢ રાજકીય દળ એક પ્રમૂખ પ્રતિસ્પર્ધીને કોઇ અપરાધ ન કરવા માટે જેલમાં નાંખી રહ્યો છે.
તેમણે આ ઇમેઇલમાં એમ પણ લખ્યું કે આપણો દેશ એક થર્ડ વલ્ડ કમ્યુનિસ્ટ દેશ બની રહ્યો છે. જે અસહેમતીને અપરાધી બનાવી રહ્યો છે. અને પોતાના રાજનૈતિક વિરોધને જેલભેગા કરી રહ્યો છે. પણ આશા અમર છે. આપડે એક એવું રાષ્ટ્ર છીએ જેણે દુનિયાના સૌથી મોટા સામ્રાજ્યથી સ્વતંત્રતાની ઘોષણા કરી છે. આપડે ફરી એકવાર જીતીશું અને વ્હાઇટ હાઉસ પોંચીશું.