Homeદેશ વિદેશબિહાર મુઝફ્ફરપુરમાં ડોક્ટરના એકમાત્ર પુત્રનું અપહરણ, કારમાં ખેંચીને લઈ ગયા બદમાશ

બિહાર મુઝફ્ફરપુરમાં ડોક્ટરના એકમાત્ર પુત્રનું અપહરણ, કારમાં ખેંચીને લઈ ગયા બદમાશ

બિહારમાં ગુનેગારોનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. બેખોફ ગુનેગારોએ મુઝફ્ફરપુરમાં એક ડોક્ટરના પુત્રનું અપહરણ કર્યું છે. મળતી માહિતી મુજબ, બદમાશોએ ડૉક્ટર એસપી સિંહાના પુત્ર વિવેકને કાંતિ ઓવરબ્રિજ પાસે એક ખાનગી શાળાની સામે કારમાં બેસવા માટે દબાણ કર્યું હતુ અને એને ઉપાડી ગયા હતા. અપહરણની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશન અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે રવાના થઈ ગયા હતા.

ડીએસપી પશ્ચિમ અભિષેક આનંદ અને કાંટી પોલીસ સ્ટેશનની પોલીસે આસપાસના લોકો પાસેથી સમગ્ર ઘટનાની માહિતી લીધી હતી. આ ઉપરાંત આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. બીજી તરફ અપહૃત યુવકના સ્વજનોના રડી રડીને બુરા હાલ છે. તેઓ તેમના બાળકને સલામત પાછો મેળવવા માટે વહીવટીતંત્રને વિનંતી કરી રહ્યા છે. સાથે જ પોલીસ પ્રશાસનની ટીમે પણ તેના સ્તરેથી તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલે DSP પશ્ચિમ અભિષેક આનંદનું કહેવું છે કે કાંતિ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડોક્ટરના પુત્રનું અપહરણ થયાની આશંકા છે. આ કિસ્સામાં, તમામ બાબતો પર તપાસ કરવામાં આવી રહી છે. ટેકનિકલ તપાસ પણ ચાલી રહી છે. ટૂંક સમયમાં અમને સફળતા મળશે જ. પોલીસ ટીમ પૂત્રને સુરક્ષિત પાછા લાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -