ભારત સરકારે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરના પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. હાલમાં એમકે જૈન આ પદ પર છે, તેમનો કાર્યકાળ જૂનમાં પૂરો થઈ રહ્યો છે. જારી કરાયેલા નોટિફિકેશન મુજબ સરકારે આ માટે 19 માર્ચે અખબારોમાં જાહેરાત આપી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 10 એપ્રિલ નક્કી કરવામાં આવી છે.
ભારત સરકારે નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે અરજદારને બેન્કિંગ અને નાણાકીય બજારોમાં ઓછામાં ઓછો 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અરજદારની ઉંમર 22મી જૂન 2023ના રોજ 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અરજદારો માટેના માપદંડોમાં પૂર્ણ-સમયના ડિરેક્ટર અથવા બોર્ડ સભ્ય તરીકે વ્યાપક અનુભવનો સમાવેશ થાય છે. ઉપરાંત અરજદારે નાણાકીય ક્ષેત્રમાં દેખરેખ અને અનુપાલનની ખૂબ જ વરિષ્ઠ સ્તરની સમજ, નાણાકીય કામગીરીના ડેટા સાથે રજૂ કરવાની ક્ષમતા , કોઈપણ વિષય પર ચર્ચા કરવાની ક્ષમતા અને વિગતવાર માહિતી રજૂ કરવી આવશ્યક છે. નોટિફિકેશન અનુસાર નવા ડેપ્યુટી ગવર્નરનો પગાર 2.25 લાખ રૂપિયા પ્રતિ માસ હશે.