આજના દિવસે એટલે કે 11મી જાન્યુઆરી ( 1946 )ના રોજ જન્મેલી ૭૦ની દાયકાની ફેશનેબલ અંજુ મહેન્દ્રુ તો યાદ છે ને? ફિલ્મો અને ટીવીમાં ઘણી ભૂમિકા નિભાવી ચૂકેલી અંજુ ફેશન ડિઝાઈનર અને મોડેલ પણ રહી ચૂકી છે. અંજુ હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર તરીકે જાણીતા રાજેશ ખન્નાનો પહેલો પ્રેમ હતો.
હજારો છોકરીઓ જેના પર મરતી હતી તે રાજેશ ખન્ના અંજુ પર મરતો હતો. બન્ને ૧૯૬૬થી ૧૯૭૨ સુધી તે સમયે લીવ ઈન રિલેશનશીપમાં હતા. અંજુ ગર્લ ફ્રેન્ડ તરીકે રાજેશ ખન્નાને ઘણો સપોર્ટ કરતી હતી. જોકે અંજુ લગ્ન બાબતે કમિટેડ ન હતી અને તે અરસામાં વેસ્ટ ઈન્ડિયન ક્રિકેટર ગેરી સોબર્સ સાથે તેના અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતું. રાજેશ ખન્ના આનાથી ખૂબ દુઃખી થયા હતા અને આખરે આ સંબંધનો અંત આવ્યો હતો. તો બીજી તરફ પોતાના ઈન્ટરવ્યૂમાં મહેન્દ્રુએ કહ્યું હતું કે રાજેશ ખન્ના હંમેશાં કન્ફ્યૂઝ રહેતા અને તેઓ ઘણી જૂનવાણી માનસિકતાવાળા હતા. તેમણે કહ્યું હતું કે હું સ્કર્ટ પહેરું તો તે ગુસ્સે થતા અને સાડી પહેરું તો કહેતા કે ભારતીય નારી હોવાનો ડોળ શા માટે કરે છે? જોકે અંજુના માતાની ખૂબ ઈચ્છા હતી કે બન્ને લગ્ન કરે, પરંતુ તેમ ન બન્યું અને બન્ને છુટ્ટા પડ્યા.
તે બાદ લાંબા સમય સુધી બન્ને એકબીજા સાથે બોલતા ન હતા. ૧૯૮૮મા બન્ને ફરી મિત્ર બન્યા અને ખન્નાના મૃત્યુ સુધી અંજુએ આ મિત્રતા નિભાવી. આ સાથે તેમણે સ્વીકાર્યું પણ ખરા કે તે સમયે લગ્નની ઓફર નકારી તે ભૂલ હતી.
પણ શું થાય અંજુ
જિંદગી કે સફરમે ગુજર જાતે હૈ જો મકામ, વો ફીર નહીં આતે…એની વે…હેપ્પી બર્થ ડે.