Homeસ્પેશિયલ ફિચર્સતમે પણ આ મોડ ઓન રાખીને યુઝ કરો છો મોબાઈલ? જાણો આરોગ્ય...

તમે પણ આ મોડ ઓન રાખીને યુઝ કરો છો મોબાઈલ? જાણો આરોગ્ય માટે સારું કે ખરાબ?

આપણામાંથી ઘણા લોકોને ફોનમાં ડાર્ક મોડ સેટિંગ ઓન રાખીને ઉપયોગ કરવાની આદત હોય છે. આ મોડમાં ફોન યુઝ કરવાથી ફોનની લાઈટ ડીમ થઈ જાય છે અને બેકગ્રાઉન્ડ એકદમ બ્લેક થઈ જાય છે. શક્ય છે કે અત્યારે પણ તમે તમારા ફોનમાં આ જ સેટિંગ ઓન રાખીને આ આર્ટિકલ વાંચી રહ્યા હશો, પરંતુ શું તમે જાણો છો કે આ મોડમાં ફોનનો ઉપયોગ કરવાથી શરીર પર તેની શું અસર જોવા મળે છે, તે આરોગ્ય માટે સારું છે કે ખરાબ છે? નહીં ને? ડોન્ટ વરી આજે અમે અહીં આ વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ.

અત્યાર સુધી પ્રકાશિત અનેક અહેવાલોમાં આ મોડની તરફેણ કરવામાં આવી છે અને એવું કહેવામાં આવે છે કે આ મોડ શરીર અને આરોગ્ય બંને માટે ખૂબ જ ફાયદાકારક છે. આવી પરિસ્થિતિમાં, ચાલો આજે એ જાણવાનો પ્રયાસ કરીએ કે હકીકતમાં આ મોડની શરીર પર શું અસર જોવા મળે છે અને આ મોડમાં ફોનનો ઉપયોગ કોણે કરવો જોઈએ અને કોણે આ સેટિંગથી બચવું જોઈએ.

હકીકતમાં એવું માનવામાં આવે છે કે આ મોડમાં ફોન યુઝ કરવાથી એનર્જી ઓછી વેસ્ટ થાય છે અને આ જ કારણસર ફોનને ડાર્ક મોડમાં રાખીને ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવે છે. જોકે, કેટલાક લોકોના શરીર પર આ ડાર્ક મોડ વિપરીસ અસર પણ કરી શકે છે. ચાલો જાણીએ કે ડાર્ક મોડની શરીર પર કેવી અને કયા પ્રકારની અસર જોવા મળે છે.

આંખનો તાણ ઓછો કરે છે
ડાર્ક મોડ આંખ પર આવતો તાણ અને થાક ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે અને એમાં પણ ખાસ કરીને ઓછા પ્રકાશની સ્થિતિમાં, તે સ્ક્રીન અને આસપાસના પ્રકાશ વચ્ચેનો વિરોધાભાસ ઘટાડે છે. જે લોકો લાંબા સમય સુધી સ્ક્રીન તરફ તાકી રહે છે તેમના માટે આ મોડમાં ફોનનો ઉપયોગ કરવો એ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ઊંઘમાં નથી પડતી ખલેલ
નોર્મલ મોડમાં ફોનમાં કંઈ પણ જોવા માટે પ્રકાશની વધુ જરૂર પડે છે. આ જ કારણે આંખો પર સીધેસીધો પ્રકાશ આવે છે અને આ તફાવત ખાસ કરીને રાતના સમયે અને સાંજના સમયે વધારે જોવા મળે છે. પરંતુ એની સરખામણીએ ડાર્ક મોડમાં ફોન યુઝ કરવાને કારણે પ્રકાશ ઓછો હોય છે અને તે ઊંઘ પર ઓછી અસર કરે છે. આ જ કારણસર નિષ્ણાતો આ સેટિંગમાં નાખીને ફોન યુઝ કરવાની ભલામણ પણ કરે છે.

ફોન ચલાવવા નથી આવતી કોઈ મુશ્કેલી
ડાર્ક મોડમાં નાખીને ફોન ચલાવો તો એની કોઈ ખાસ આડઅસર જોવા મળતી નથી અને આ સેટિંગ ઓન રાખવાનો એક ફાયદો એ પણ છે કે તે આરામદાયક વાંચનનો અનુભવ આપે છે, જેને કારણે વ્યક્તિ કોઈપણ પ્રકારના એક્સ્ટ્રા સ્ટ્રેસ વિના લાંબા સમય સુધી ફોન પર વાંચી શકે છે. આ મોડ ટેક્સ્ટ અને પૃષ્ઠભૂમિ વચ્ચેનો વિરોધાભાસ ઘટાડે છે અને આંખો પરનો તાણ ઘટાડી શકે છે.

જોકે, આ બધા વચ્ચે ફોનમાં કેવા પ્રકારની સેટિંગ્સ ઓન રાખવી જોઈએ એ સંપૂર્ણપણે વ્યક્તિગત અનુભવ પર આધાર રાખે છે અને આ બાબતના દરેકના અનુભવો અલગ-અલગ હોઈ શકે છે. આ ઉપરાંત ફોનનો ઉપયોગ કરવાનો સમય અને ફોનનો ઉપયોગ કરવાની રીત પણ તેની અસર કરી શકે છે. કેટલાક લોકોને ડાર્ક મોડમાં ફોન જોવામાં વધુ આકર્ષક અથવા ઉપયોગમાં સરળ લાગે છે, જ્યારે અન્ય લોકો નોર્મલ મોડ ઓન રાખીને ફોન યુઝ કરવાનું વધારે પસંદ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -