વડીલો દ્વારા આપણને હમેશાં ઘણા બધા ફૂડ કોમ્બિનેશનને ખાવાથી ટોકવામાં આવે છે, પણ આપણે સ્વાદને કારણે કે પછી અન્ય કોઈ કારણસર આપણે એની અવગણના કરતા રહીએ છીએ. આજે અમે પણ અહીં તમારા માટે કેટલાક એવા ડેડલી કોમ્બિનેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે ખાવાનું ટાળવું જોઈએ. દાખલા તરીકે ચા પીધા પછી પછી ક્યારેય પાણી ન પીવું વગેરે વગેરે…તમારે દરરોજ આ બધી બાબતોનો સામનો કરતા હશો.
દૂધ અને કેળા:
વજન વધારવા માટે લોકોને ઘણીવાર દૂધ અને કેળાને ભેગા કરીને ખાવાનું કહેવામાં આવે છે, પરંતુ આવું જરાય ન કરવું જોઈએ. આપણા શરીરને તેને પચાવવામાં તકલીફ પડે છે. એટલે આ કોમ્બિનેશન ખાવાનુ ટાળવું જોઈએ.
દૂધ અને દહીં:
આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે દૂધ અને દહીં બંનેમાં ક્યારેય એક સાથે પગ ના રાખવા જોઈએ, આવું જ ખાવા-પીવાની બાબતમાં પણ આવું જ છે. દૂધ અને દહીં ક્યારેય એક સાથે ન ખાવા જોઈએ. તેનાથી પેટમાં બળતરા અથવા અપચો થઈ શકે છે.
પેરૂ અને કેળા:
પેરૂ અને કેળા બંનેની તાસીર ઠંડી છે અને એટલે જ જામફળ એટલે કે પેરૂ અને કેળા એક સાથે ખાવાથી માથાનો દુખાવો અને અપચો થઈ શકે છે. બંનેને પચવામાં ખાસ્સો એવો સમય લાગે છે.
ઘી અને મધ:ઘી અને મધ બંનેની અસર એકબીજાથી વિરુદ્ધ છે. ઘીની અસર ઠંડી હોય છે જ્યારે મધની અસર ગરમ હોય છે. આવી સ્થિતિમાં બંનેને સાથે ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ:
આપણે હંમેશાં ફાસ્ટ ફૂડ જેવા કે પિઝા, ફ્રાઈસ, હોટડોગ વગેરે સાથે ઠંડા પીણા પીવાનું પસંદ કરીએ છીએ, પરંતુ તે તમારા શરીર પર ખૂબ જ ખરાબ અસર છોડી શકે છે. પિઝામાં સેચ્યુરેટેડ ફેટ હોય છે, જ્યારે સોડામાં મીઠાનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આવી સ્થિતિમાં પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત ઘી, તેલ, તરબૂચ, પેરૂ, કાકડી, બેરી અને મગફળીને ઠંડા પાણી સાથે ક્યારેય ન ખાવા જોઈએ.
તમે પણ આ ફૂડ કોમ્બિનેશન ટ્રાય કરો છો?, આજે જ બંધ કરી દો, નહીંતર…
