Homeદેશ વિદેશતળ્યા બાદ વધેલાં તેલનો પણ કરો છો રિયુઝ? આવું કરવું ખતરનાક સાબિત...

તળ્યા બાદ વધેલાં તેલનો પણ કરો છો રિયુઝ? આવું કરવું ખતરનાક સાબિત થઈ શકે છે…

ટેસ્ટી અને મસાલેદાર ખાવાના ચક્કરમાં તમે પણ તમારા આરોગ્ય સાથે છેડછાડ તો નથી કરી રહ્યા ને? આપણને એવી આદત હોય છે કે આપણે ઘણી બધી વસ્તુઓ તળીને ખાઈએ છીએ અને ટિપિકલ ઈન્ડિયન માઈન્ડસેટની જેમ જ કોઈ પણ વસ્તુને રીયુઝ કરવાનું આપણને બાળપણથી શિખવવામાં આવ્યું છે. આપણી આ જ આદત કિચનમાં પણ ઉપયોગમાં લેતા હોઈએ છીએ જ્યારે ખાવાનું બનાવીને કે પછી કોઈ વસ્તુ ફ્રાય કર્યા બાદ જે તેલ બચી જાય છે એને આપણે કાઢી લઈએ છીએ અને પછી અલગ અલગ રીતે તેને ફરી ઉપયોગમાં લઈએ છીએ.
પૂરી તળ્યા બાદ તો ઘણી વખત એવું થાય છે કે તેલ બચી જ જાય છે અને ભારતીય રસોડામાં તેનો ફરી રીયુઝ થાય છે. પણ તમને ખબર છે કે આવું કરીને તમે તમારા હેલ્થને નુકસાન પહોંચાડી રહ્યા છો, આને કારણે કેન્સર અને શૂગર જેવી બીમારીઓ થવાનું જોખમ રહેલું છે. આવો જોઈએ હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે આ વિશે-
તેલને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે તે 170-180 ડિગ્રી તાપમાન સુધી પહોંચી જાય છે. જ્યારે તેલ આટલું બધું ગરમ થઈ જાય છે ત્યારે એની અંદરના કમ્પોઝિશનમાં ગડબડ જોવા મળે છે. એટલું જ નહીં આમાં અમુક પ્રકારના ખતરનાક ટોક્સિન્સ બની જાય છે, જે બીમારીઓ પેદા કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
નિષ્ણાતોને મતે કૂકિંગ ઓઈલમાં ત્રણ પ્રકારના ફેટી એસિડ જોવા મળે છે, પહેલું એટલે શોર્ટ ચેન ફેટી એસિડ, બીજું એટલે મીડિયમ ચેમ ફેટી એસિડ અને ત્રીજું એટલે લોન્ગ ચેન ફેટી એસિડ, મોટાભાગે કૂકિંગ ઓઈલમાં શોર્ટ ચેન ફેટી એસિડ જોવા મળે છે, જ્યારે કઢાઈમાં તેલ ગરમ કરવામાં આવે છે ત્યારે શોર્ટ ચેન ફેટી એસિડના કમ્પોઝિશનમાં લોચા પડે છે અને આ કમ્પોઝિશનમાં લોચા પડવાને કારણે એની જગ્યા ઓક્સિજન અને હાઈડ્રોજન લેવા લાગે છે. ઓક્સિજનને કારણે શોર્ટ ચેન ફેટી એસિડને બદલે ઓક્સાઈડ બનવા લાગે છે. શરીર માટે આ ઓક્સાઈડ ખૂબ જોખમી છે.
ઓક્સાઈડમાં આપણા શરીરના કોષિકાઓને ખોખલા કરી નાખે છે અને કોષિકાઓમાં ફ્રી રેડિકલ્સ બને છે. ફ્રી રેડિકલ્સ કોષિકાઓમાં ઈલેક્ટ્રોન તોડીને એની સંરચનામાં ગરબડ પેદગા કરે છે. આને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ પેદા થાય છે.
નિષ્ણાતો આ ફ્રી રેડિકલ્સને કારણે શરીરમાં ઓક્સિડેશન પ્રોસેસ ખૂબ ઝડપી બની જાય છે. કોષિકાઓમાં સોજા કે ફૂગાવો થઈ જાય છે. આ કારણસર એ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે અને હેલ્થી કોષિકાઓ પણ ખરાબ થઈ ગયેલી કોષિકાઓને સાજી કરવાનું કામ કરે છે. કોષિકાઓમાં સમસ્યા થવાને કારણે કેન્સર, ડાયાબિટિઝ, હાર્ટ એટેક, હાઈ બીપી, સ્ટ્રોક કે ઓબેસિટી જેવી સમસ્યા જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -