હિંદુ ધર્મમાં હળદરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એના વગર કોઈપણ પૂજા પૂર્ણ થતી નથી. ધાર્મિક મહત્ત્વની સાથે સાથે જ આયુર્વેદમાં પણ આ પીળી હળદરના ખૂબ જ ગુણ દર્શાવવામાં આવ્યા છે. આ સિવાય જ્યોતિષશાસ્ત્રમાં પણ હળદરનો ઉપયોગ અનેક પ્રકારના ઉપાયોમાં કરવામાં આવે છે.
ભગવાન વિષ્ણુને હળદર ખૂબ જ પ્રિય છે, તેથી ગુરુવારે તેનાથી સંબંધિત કેટલાક ઉપાયો વધુ અસરકારક માનવામાં આવે છે. હળદરના આ ઉપાયો માત્ર ભાગ્યને જ ચમકાવતા નથી પરંતુ આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવે છે. આ ઉપાયોથી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે. ચાલો આવો જાણીએ હળદર સંબંધિત આ ઉપાયો વિશે…
⦁ જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો ગુરુવારે ભગવાન ગણેશને હળદરના ગઠ્ઠાની માળા અર્પણ કરો, આવું કરવાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે. હળદરનો એક ગઠ્ઠો લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની અસીમ કૃપા ઘર-પરિવાર પર વરસે છે.
⦁ લાંબા સમયથી જો તમારા પૈસા ક્યાંક અટવાયેલા છે અને અનેક પ્રયત્નો કરવા છતાં પણ તે તમને પાછા નથી મળી રહ્યા તો ગુરુવારે થોડા ચોખાને હળદરથી રંગી દો અને તેને લાલ કપડામાં બાંધીને પર્સમાં રાખો. આમ કરવાથી અટકેલા પૈસા ઝડપથી પાછા આવે છે.
⦁ ગુરુવારના દિવસે ઘરની બહાર નીકળતા પહેલા ગણેશજીને હળદરનું તિલક કરો. આ પછી તમારા કપાળ પર હળદરથી તિલક કરો અને ઘરની બહાર નીકળો. આમ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય છે.
⦁ અગાઉ કહ્યું એમ ભગવાન વિષ્ણુને હળદર ખૂબ જ પ્રિય છે. તેમને ખુશ કરવા માટે આ દિવસે ચણાની દાળ અને હળદરનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ કૃપા થાય છે અને ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
⦁ હળદરના ગઠ્ઠાની માળા ગળામાં કે હાથમાં પહેરવાનું રાખો. આ માળા પહેરતાં પહેલા તેમાં ગંગાજળ છાંટીને ભગવાન વિષ્ણુના ચરણોમાં રાખો. આમ કરવાથી માળા શુદ્ધ બને છે. હવે આ માળા પહેરો. તેનાથી માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે.