Homeદેશ વિદેશબુધવારે કરો પાન- સોપારીના આ સરળ ઉપાય અને મેળવો ગણપતિ બાપ્પાની અસીમ...

બુધવારે કરો પાન- સોપારીના આ સરળ ઉપાય અને મેળવો ગણપતિ બાપ્પાની અસીમ કૃપા…

જે બુધવાર… અને આજનો આ દિવસ દૂંદાળા ગણેશજીની પૂજા કરવા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. બુધવારના દિવસે કરેલા કેટલાક કાર્યોથી ખૂબ જ શુભ પરિણામ પ્રાપ્ત થાય છે અને આજે આપણે અહીં એ વિશે જ વાત કરીશું.

જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર બુધવારના દિવસે પાન અને સોપારીના અમુક ઉપાય કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે. એટલું જ નહીં પણ દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. તો ચાલો વધારે સમય વેડફ્યા વિના જાણીએ આ ઉપાય…
કલેશ દૂર કરે…

  • જો ઘરમાં વારંવાર ઝઘડા કે ક્લેશ થતાં હોય તો બે વાંસળી લઈને તેને ઘરના બીમની બંને તરફ લાલ કપડાથી બાંધી દેવી. વાંસળીનું મુખ મુખ્ય દરવાજા તરફ હોય એ બાબતનું ખાસ ધ્યાન રાખવું. આવું કરવાથી પારિવારિક સંબંધોમાં સુધારો આવે છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે.
    જીવનમાં સફળતા મેળવવા માટે…
  • જો નવી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છો કે કોઈ પરીક્ષા આપવા જવાના હોવ તો ઘરેથી નીકળતા પહેલાં પાન ઉપર લવિંગ અને સોપારી રાખી ભગવાન ગણેશની આરતી ઉતારો. ત્યાર બાદ આ પાનને ગણપતિજીના ચરણોમાં ચડાવી દો. આવું કરવાથી કાર્યમાં તમને તમારા ધરેલા કામમાં ચોક્કસ સફળતા મળશે.
    નજર દોષ દૂર કરો…
  • જો તમારા ઘર કે પરિવાર ઉપર કોઈ વ્યક્તિની ખરાબ નજર છે તો બુધવારના દિવસે થોડા રાઈના દાણા લઈને ઘરના દરેક ખૂણામાં મૂકી દેવા. બીજા દિવસે એટલે કે ગુરુવારે બધા જ દાણાને લઈને પીપળાના ઝાડ નીચે મૂકી દેવા. આવું કરવાથી બૂરી નજરથી બચી શકાય છે.
    નોકરી મેળવવા માટે…
  • જે લોકોને પોતાના સહકર્મચારી કે બોસ સાથે સંબંધ સારા ન રહેતા હોય તેમણે બુધવારે સ્નાન કરીને ગણપતિજીની પૂજા કરી શ્રી ગણેશાય નમઃ મંત્રનો 21 વખત જાપ કરવો. આ સાથે જ ગણપતિજીને જાસુદના ફૂલ અર્પણ કરવા.
    સમસ્યાનું નિવારણ લાવવા…
  • તમારા જીવનમાં કોઈ સમસ્યા છે અને તમારે તેમાંથી બહાર નીકળવું હોય તો બુધવારના દિવસે માતા-પિતાના આશીર્વાદ લો અને સાથે જ ભગવાન ગણેશના ચરણોમાં પાન અને સોપારી ચડાવવું. આ ઉપાય કરવાથી સમસ્યામાંથી બહાર નીકળવાનો રસ્તો મળી જશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -