Homeદેશ વિદેશસોમવારે ભૂલથી પણ ના કરશો આ કામ, નહીંતર...

સોમવારે ભૂલથી પણ ના કરશો આ કામ, નહીંતર…

આવતી કાલે સોમવાર… ભગવાન ભોલેનાથને સમર્પિત દિવસ. આ દિવસે શંકર ભગવાનની એકદમ પૂજા કરવામાં આવે છે, અમુક ભક્તો સોમવારે ઉપવાસ કરે છે. એવું માનવામાં આવે છે કે ભોલેનાથ એમના નામ પ્રમાણે ખૂબ જ ભોળા છે અને ઝડપથી ભક્તો પર પ્રસન્ન થઈ જાય છે. ભક્તો પણ પોતાના આ ભોળાશંભુને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે. જોકે, કેટલાક કામો એવા પણ છે કે જે સોમવારે બિલકુલ ન કરવા જોઈએ અને એવું માનવામાં આવે છે કે આ વર્જ્ય કામ કરવાથી ભગવાન શંકરની કૃપા નથી પ્રાપ્ત થતી અને જીવનમાં મુશ્કેલીઓનું આગમ થાય છે. આવો જોઈએ કયા છે એવા કામ કે જો સોમવારે કરવાનું ટાળવું જોઈએ-

સોમવારે આ કામ કરવાનું ટાળો-

⦁ સોમવારના દિવસે શક્ય હોય તો ખાંડનો બને એટલો ઓછામાં ઓછા ઉપયોગ કરો. આ ઉપરાંત આ દિવસે સફેદ વસ્ત્ર કે દૂધનું દાન જરા પણ ના કરવું જોઈએ. સોમવારે ઉત્તર-પૂર્વ કે દક્ષિણ-પૂર્વ દિશામાં યાત્રા કરવી અશુભ માનવામાં આવે છે. જો આ દિવસે મુસાફરી કરવી જરૂરી હોય તો વિરુદ્ધ દિશામાં થોડા ડગલાં ચાલીને આ દિશાઓમાં યાત્રા શરૂ કરી શકાય છે.

⦁ માતા-પિતા સાથે કોઈપણ પ્રકારનો વાદ-વિવાદ સોમવારના ના કરવો જોઈએ અને એની સાથે સાથે જ આ દિવસે તમારે તમારા પરિવારના દેવી-દેવતાઓને ચોક્કસપણે યાદ કરવા જોઈએ. સોમવારે પરિવારના દેવી-દેવતાઓની પૂજા ન કરવી એ તેમનું અપમાન માનવામાં આવે છે, જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

⦁ સોમવારના રાહુ કાળમાં પ્રવાસ કરવાનું ટાળો અને આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારનું આધ્યાત્મિક અને શુભ કાર્ય કરવાનું ટાળો. આ દિવસે શનિદેવને લગતા ભોજન અને વસ્ત્રો પહેરવા જોઈએ. આ ઉપરાંત રીંગણ, સરસવ, કાળા તલ, મસાલેદાર શાકભાજી અને ફણસ વગેરેનું સેવન કરવાની મનાઈ છે અને કાળા, વાદળી, ભૂરા અને જાંબલી રંગના કપડાં પરિધાન કરવા નહીં.

⦁ સોમવારના દિવસે કોઈ પણ સંજોગોમાં ભગવાન શિવને પીળી મીઠાઈ ન ચઢાવવી જોઈએ અને ન તો કાળા ફૂલ ચઢાવવા જોઈએ. આવું કરવું એ ખૂબ જ અશુભ ગણાય છે. સોમવારે કોઈની સાથે પણ વાદ-વિવાદમાં પડવાનું ટાળવું જોઈએ નહીંતર કોઈ મોટી સમસ્યામાં ફસાઈ શકો છો.

⦁ જે વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર દોષ હોય અને ચંદ્ર મુશ્કેલી આપી રહ્યો હોય તો તેણે પોતાના માથા પર દૂધ અથવા પાણીથી ભરેલું વાસણ રાખીને સૂવું જોઈએ અને સવારે ઉઠીને આ પાણી પીપળના ઝાડ પર ચઢાવવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -