Homeઉત્સવડિજિટલ અવતાર:ચેહરા ક્યા દેખતે હો, દિલ મેં ઊતર કર દેખોના

ડિજિટલ અવતાર:ચેહરા ક્યા દેખતે હો, દિલ મેં ઊતર કર દેખોના

ટેક-વ્યૂ -વિરલ રાઠોડ

ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર એ આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયા છે. તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં ઠવફતિંફાા કદાચ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું મેસેજિંગ એપ વોટ્સ એપ છે. સામાન્ય લોકોમાં તેની લોકપ્રિયતા જાળવી રાખવા માટે સતત એ નવી નવી અપડેટ્સ આપ્યા કરે છે. ઠવફતિંફાા ની લોકપ્રિયતાનું મુખ્ય કારણ એ છે કે, તેનો ઉપયોગ બેઝિક જખજ જેટલો જ સરળ છે. સ્પિડી છે અને હવે એમાં લખવાની કે વાંચવાની કોઈ માથાકૂટ કરવી પડતી નથી. વોઇસ મેસેજ અને ઓડિયો બુકે આખી ચેનલ બદલી કાઢી છે. શરૂવાતમાં જ્યારે આ એપ આવી ત્યારે માત્ર ટેકસ પૂરતી સીમિત હતી. પારદર્શિતા અને પરિવર્તન બંનેને સમાવી લેતી ટેકનોલોજીની દુનિયામાં હવે કોઈ જ એપ પરથી કોઈની રોજિંદી લાઇફ સરળતાથી ટ્રેક કરી શકાય છે. કોણ ક્યારે સુવે છે અને કોણ ક્યારે ઊઠે છે એ હવે વોટ્સએપ કહે છે. પણ હવે ઘણા લોકો પોતાના લાસ્ટસીન બંધ રાખે છે. એને એ ગેરફાયદો થાય કે એ બીજાના પણ જોઈ ન શકે.
જૂન ૨૦૨૦માં પહેલી વખત ફેસબુકે અવતાર ફીચર લોન્ચ કર્યું. ફેસબુકની સૌથી રસપ્રદ સુવિધામાંની એક છે. જેની યુઝર્સ ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા. ભારતની સાથે સાથે આ ફીચર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુરોપ અને કેનેડામાં પણ લોન્ચ કરવામાં આવ્યું છે. હવે આ ફીચર ભારતમાં ફેસબુક એકાઉન્ટની દ્રષ્ટિએ સૌથી મોટા માર્કેટમાં બહાર પાડવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાનું કાર્ટૂનિશ કેરેક્ટર બનાવી શકે છે. પણ હવે વોટ્સએપમાં પણ આ ફીચર સેટ કરી શકાય છે.અવતારને થર્ડ પાર્ટી એપ્સ જેમ કે સ્નેપચેટ, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પણ નિકાસ કરી શકાય છે. સૌથી ખાસ વાત તો એ છે કે અહીંયા માણસ જ એના ડિજિટલ અવતારનો સર્જક છે. એટલે કે પોતે જ પોતાનો અવતાર બનાવે છે. એટલે કે વ્યક્તિ પોતે જ પોતાનો બ્રહ્મા. પણ આ વસ્તુએ ભારે રોમાંચ ઊભો કર્યો છે. હવે તો કેટલાક લોકો પોતાના અવતારના ફોટો વોટ્સએપમાં ડીપી તરીકે રાખે છે. વોટ્સએપે ઘણા શાનદાર ફીચર્સ લોન્ચ કર્યા છે. ફેસબુકની અવતાર અપડેટ આવ્યા બાદ વોટ્સએપ આ ફીચર લાવ્યું. ઠવફતિંઆા એ તારીખ ૭મી ડિસેમ્બરે વિશ્ર્વભરના તમામ વપરાશકર્તાઓ માટે અવતાર લોન્ચ કર્યો. મેટાના ઈઊઘ માર્ક ઝકરબર્ગે કહ્યું કે, “અમારી તમામ એપ્સમાં ટૂંક સમયમાં વધુ સ્ટાઈલ સાથે નવી અપડેટ લાવી રહ્યા છીએ. હવે માણસ ખુદ પોતાના અવતાર બનાવે છે એનાથી વિશેષ બીજી તો કઈ અપડેટ આવશે? હેરસ્ટાઇલ, ચહેરાના ફીચર્સનો ઉપયોગ કરીને વપરાશકર્તાઓ ઠવફતિંઆા પર પોતાનો અવતાર બનાવી શકે છે. અન્ય સુધારાઓ વચ્ચે “લાઇટિંગ, શેડિંગ, હેરસ્ટાઇલ ટેક્સચર સહિતની શૈલીમાં સુધારાઓ આપવાનું ચાલુ રાખશે. વોટ્સએપ અનુસાર આ ફીચરને સેટિંગ્સ મેનૂમાંથી અલગ વિકલ્પ તરીકે એક્સેસ કરી શકાય છે. એકવાર ઍક્સેસ કર્યા પછી વપરાશકર્તાઓને પ્રક્રિયા શરૂ કરવા માટે ’ઈયિફયિં ઢજ્ઞીિ અદફફિિં’ પર ક્લિક કરવા આ ફીચર એક્સેસ થશે. વોટ્સએપે તારીખ ૨૯ નવેમ્બરના રોજ મેસેજ યોરસેલ્ફ ફીચર રોલઆઉટ કર્યું. જેમાં વ્યક્તિ પોતાની જાતને મેસેજ કરી શકે છે. પોતાને એવા મેસેજ મોકલી શકે છે, જે રિમાઇન્ડર, ટુ ડૂઝ અથવા ખાસ વસ્તુ તરીકે કામ કરે છે. તારીખ ૩ નવેમ્બરના રોજ કોમ્યુનિટી ફીચર લોન્ચ કર્યું. જેમાં એક ગ્રૂપ જ એક કોમ્યુનિટી બની શકે. હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે તો શું એક માનવહિત અને એકબીજા પ્રત્યેના પ્રેમ ભાવની કોમ્યુનિટી ન બની શકે? હવે એક સમયે ૩૨ લોકો વીડિયો કોલ કરી શકે છે.
૨૦૧૩માં વોઇસ મેસેજિંગની રજૂઆત સાથે વોઇસ નોટ્સ શેર કરવી એ એક ઝડપી અને સરળ પ્રક્રિયા બની. હવે આડઅસર જેવો ગેરફાયદો એ થયો કે, જ્યારે એમપી થ્રી પ્લેયર વાગતું હોય ત્યારે આ નોટ વચ્ચે આવી જાય તો કચે ધાગે વાગતું બંધ થઈ કે તરત આઇ મિસ યુ જાનું પ્લે થઈ જાય….હા…હા…હા…સવાલ એ પણ થશે કે આજના ઓનલાઇનના જમાનામાં કોણ એમપીથ્રી પ્લેયરમાં ગીત વગાડે છે? એક લાઇનનો જવાબ છે: જેને જાહેરાત જોવી સાંભળવી ગમતી નથી અને કોઈ એપમાં પૈસા નાખવા પોસાય એમ નથી. ૫ મેના રોજ ઇમોજી પ્રતિક્રિયાઓ સાથે તેના ઇન્ટરફેસને અપડેટ કર્યું. અપડેટમાં ૬ ઇમોજી પ્રતિક્રિયાઓ શામેલ છે. પ્રેમ, હસવું, ઉદાસી, આશ્ર્ચર્ય અને આભાર વગેરે. આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સમાન છે. વપરાશકર્તાઓ ઠવફતિંઆા પર ૨ ૠઇ કદની ફાઇલ શેર કરી શકે. આ મર્યાદા ૧૦૦ ખઇ નક્કી કરવામાં આવી હતી. નવી અપડેટ એવી હોય શકે કે, ૧૦ જેટલા ડિવાઈઝ પર ચેટ્સનું સંચાલન કરવાનું સરળ બનાવશે. વધુમાં ગ્રાહકોને ઓનલાઈન આકર્ષવા માટે તે નવી કસ્ટમાઈઝેબલ ઠવફતિંઆા ક્લિક ટુ ચેટ લિંક્સ પ્રદાન કરશે. જો કે આ સુવિધાઓને પ્રીમિયમ, ચાર્જેબલ સેવા તરીકે સામેલ કરવામાં આવશે. ———
આઉટ ઓફ બોક્સ
સતત અને સખત કંઈક નવું સ્વીકારવાના વિચાર તમારી એક અલગ ઓળખ ઊભી કરી શકે-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -