આજે દરેક વ્યક્તિ પોતાના આરોગ્યને લઈને ખૂબ જ સતર્ક હોય છે અને તેમ છતાં અજાણતાંમાં કે લાપરવાહીને કારણે તે કેટલીક એવી ભૂલો કરી બેસે છે કે જેને કારણે બીમારીઓને આમંત્રણ મળે છે. આજે આપણે વાત કરીશું ડાયાબિટીસના દર્દીઓ વિશે. જો તમે પણ ડાયાબિટીસના દર્દી હોવ તો તમારે પણ ખાસ કાળજી રાખવાની જરુર છે નહીં તો તમારા આરોગ્ય પર તેની વિપરીત અસર જોવા મળી શકે છે.
ડાયાબિટીસના દર્દી હોવા છતાં તમે જો સ્મોકિંગ કરતાં હોવ તો તમારે ચેતી જવાની જરુર છે, કારણ એ તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓ સ્મોકિંગ કરે ત્યારે શરીરમાં શુગર લેવલ વધી જાય છે અને ડાયાબિટીસને કન્ટ્રોલ કરવાનું મુશ્કેલ થઈ જાય છે, એટલે જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે આજે જ સ્મોકિંગ છોડી દેવું જોઈએ.
સ્મોકિંગ કરવાને કારણે આંતરડા પર પણ અસર થાય છે. ડાયાબિટીસના દર્દીઓને આંતરડા સંબંધિત સમસ્યા જોવા મળે છે. એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે સ્મોકિંગ કરવું જીવલેણ સાબિત થઈ શકે છે. આ સિવાય તેમની કિડની પર પણ અસર થાય છે અને કિડની સંબંધિત બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે.
ડાયાબિટીક વ્યક્તિ જ્યારે સ્મોકિંગ કરે છે એલ્બ્યુમિનમેહાતનું પ્રમાણ યુરિનમાં વધે છે. આને કારણે ટાઈપ ટુ ડાયાબિટીસ થવાનું જોખમ બમણું થઈ જાય છે. અન્યોની સરખામણીએ ડાયાબિટીસના દર્દીઓમાં ટાઈપ-ટુ ડાયાબિટીસ થવાનું જોખમ વધુ જોવા મળે છે.