નવી દિલ્હીઃ એર ઈન્ડિયાની એઆઈ142 પેરિસથી દિલ્હીની ફ્લાઈટમાં વોશરુમમાં સિગારેટ પીવા અને સીટ પર પેશાબ કરવાના કિસ્સામાં ડીજીસીએ (Directorate General of Civil Aviation-India)એ મંગળવારે એર ઈન્ડિયા સામે સખત કાર્યવાહી કરી હતી. ડીજીસીએ એર ઈન્ડિયાને દસ લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે.
એર ઈન્ડિયા પર આરોપ મૂકવામાં આવ્યો છે કે ડીજીસીએએ આ ઘટના અંગે કોઈ જાણકારી આપી નહોતી અને આ બનાવ છઠ્ઠી ડિસેમ્બરનો છે.
નવમી જાન્યુઆરીના પેરિસથી નવી દિલ્હીની ફ્લાઈટમાં પ્રવાસી સાથે દુર્વ્યવહાર કરવાના કિસ્સામાં એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ મોકલી હતી.
ડીજીસીએના અનુસાર પહેલો બનાવ નશામાં ધૂત એક પ્રવાસીએ શૌચાલયમાં ધૂમ્રપાન કર્યું હતું અને તેને ક્રૂની એક પણ વાત સાંભળી નહોતી. બીજી ઘટનામાં અન્ય એક પ્રવાસીએ ખાલી સીટ પર મહિલા પ્રવાસીના કંબલમાં પેશાબ કર્યો હતો એ વખતે મહિલા બાથરુમ ગઈ હતી. આ બંને ઘટના છઠ્ઠી ડિસેમ્બરના પેરિસ અને નવી દિલ્હી વચ્ચેની ફ્લાઈટ હતી.
એના અગાઉ ડીજીસીએ એર ઈન્ડિયાની ન્યૂયોર્ક નવી દિલ્હી વચ્ચેની ફ્લાઈટમાં મહિલા પ્રવાસી પર પેશાબ કર્યો હતો, જેમાં કંપનીને ડીજીસીએ 30 લાખનો દંડ કર્યો હતો. એટલું જ નહીં, ડીજીસીએ પાઈલટ ઈન કમાન્ડનું લાઈસન્સ પણ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યું હતું.