દ કેરલા સ્ટોરી આ ફિલ્મ 5 મેના રોજ પ્રદર્શિત થઇ છે. સુદિપ્તો સેને આ ફિલ્મવનું દિગ્દર્શન કર્યું છે. ધર્માન્તરના માધ્યમથી કેટલીક મહિલાઓને મુસલમાન બનાવી આંતકવાદી સંગઠન ISISમાં સામેલ કરવામાં આવી એવી સ્ટોરી આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. ત્યારે આ ફિલ્મને લઇને છેલ્લાં ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ એક પ્રોપોગંડા ફિલ્મ છે એમ કહીને અનેક રાજકીય પક્ષો તથા ધાર્મિક સંસ્થાઓએ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. જોકે પ્રેક્ષકો તરફથી આ ફિલ્મને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ત્યારે હાલમાં જ ટેલિવિઝનની ‘ગોપી વહુ’ એ ફિલ્મ જોયા બાદ પોતાની ભાવનાઓ ટ્વીટરના માધ્યમથી વ્યક્ત કરી હતી. જોકે હવે તેનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે.
ટેલીવિઝનની જાણીતી અભિનેત્રી અને ગોપી વહુના પાત્રથી દરેકના દિલમાં રાજ કરનાર દેવોલિના ભટ્ટાચાર્ય પાછલા વર્ષે લગ્નગ્રંથીથી જોડાઇ હતી. તેણે તેના બોયફ્રેન્ડ શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા હતાં. ધર્મે મુસલમાન શાહનવાઝ સાથે લગ્ન કર્યા બાદ દેવોલિનાને ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો. જોકે દેવોલિનાએ અનેકવાર સોશિયલ મીડિયા પર શાહનવાઝ બદ્દલ પ્રેમ વ્યક્ત કરી ટ્રોલર્સને ચૂપ કરાવ્યા હતાં. હાલમાં જ આ યુગલે દ કેરલા સ્ટોરી ફિલ્મ જોઇ. આ ફિલ્મ જોયા બાદ શાહનવાઝની પ્રતિક્રિયા શું હતી એ અંગે દેવોલિનાએ ટ્વીટ કરીને ફેન્સને જણાવ્યું હતું. ત્યારે દેવોલિનાનું આ ટ્વીટ હવે ચર્ચામાં છે.
Its not always like that. My husband is a muslim & came with me to watch the movie & he appreciated it. He neither took it as an offence nor he felt it was against his religion. And i feel thats how every indian should be like. #TheKeralaStory https://t.co/Qr0NSd87X1
— Devoleena Bhattacharjee (@Devoleena_23) May 13, 2023
એક છોકરીએ તેની બહેનપણીને દ કેરલા સ્ટોરી પરથી થયેલ તેના બોયફ્રેન્ડનો ખરાબ અનુભવ ટ્વીટર પર શેર કર્યો હતો. આ ટ્વીટ શેર કરતાં દેવોલિનાએ લખ્યું કે, કાયમ આવું થતું નથી. મારો પતિ મુસલમાન છે. તે મારી સાથે આ ફિલ્મ જોવા આવ્યો હતો. અને એને આ ફિલ્મ ગમી છે. તે આ ફિલ્મ જોઇને નારાજ નથી થયો. તથા આ ફિલ્મ ધર્મ વિરોધી છે એમ પણ એને લાગ્યું નથી. દરેક ભારતીય આવો હોવો જોઇએ એમ મને લાગે છે.
દેવોલિનાનું આ ટ્વીટ હવે ખૂબ ચર્ચામાં છે. આ ટ્વીટ પર કમેન્ટ કરતાં નેટ યુઝર્સ વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. કેટલાંકે દેવોલિના આ ટ્વીટની પ્રશંસા કરી છે. તો કેટલાંક આ ટ્વીટ પરથી તેને ટ્રોલ પણ કરી છે. તેનું આ ટ્વીટ હવે ખૂબ વાઇરલ થઇ રહ્યું છે.