વધતી ઉંમરે માણસમાં સમજદારી અને સંયમ વધે છે અને તે વધારે માયાળુ બને છે, પરંતુ અમક સમયે આ માન્યતા ખોટી ઠરે છે. મોટી ઉંમરના લોકો દ્વારા બાળકોનું યૌનશોષણ થવાના કિસ્સા વધવા લાગ્યા છે, પરંતુ ગુજરાતમાં એક 75 વર્ષના વૃદ્ધે માતા સમાન ગણાતી ગાય સાથે અધમતા આચરતા તેના પર ફીટકાર વરસી રહ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની કલ્યાણપુર પોલીસે ભોગાત ગામની ગૌશાળામાં ગાય સાથે અકુદરતી સેક્સ કરવાના આરોપમાં 75 વર્ષીય વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો, તેમ એક અહેવાલ જણાવે છે.
એક ગ્રામજને આ વીડિયો ગૌશાળાના સંચાલકને બતાવ્યો હતો. આ પ્રકારની ઘૃણાસ્પદ પ્રવૃત્તિની
જાણ થતાં ગૌશાળા ચલાવતા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદને પગલે આરોપી ધના કંડોરિયા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરવા લાગ્યો હતો.
જ્યારે ફરિયાદી માયા ગઢવીએ અન્ય બે લોકોની હાજરીમાં કંડોરિયા સાથે ઝગડો કર્યો ત્યારે તેણે બે લોકોની હાજરીમાં પોતાનું પાપ સ્વીકાર્યું હતું.
જોકે કંડોરિયા છેલ્લા 15 વર્ષથી ગૌશાળામાં સેવા આપી રહ્યો હતો. તેને પૂછવામાં આવ્યું કે તે આવું કૃત્ય શા માટે કર્યું ત્યારે તે સૂનમૂન બેઠો હતો અને કોઈ જવાબ આપ્યો ન હતો, તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.