મુંબઈ: બીકેસીમાં યોજાયેલા મેટ્રોના લોકાર્પણ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનું મુંબઈગરાવતી સ્વાગત કર્યું હતું અને નવા મહારાષ્ટ્રનું નિર્માણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
મોદીજી અને મુંબઈ વિશે વાત કરતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનું વ્યક્તિત્વ જ એવું છે કે આપણને તેમની પાસેથી હંમેશાં ઊર્જા મળે છે. આગામી બે-અઢી વર્ષમાં મુંબઈની કાયાપલટ થશે અને નવા મહારાષ્ટ્રનું નિર્માણ કરવાનો નિર્ધાર પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
મહાવિકાસ આઘાડી સરકારના સમયગાળામાં મહારાષ્ટ્રનો કેટલો વિકાસ થયો એ આપણે બધા જ જાણીએ છીએ. ઠપ્પ થઈ ગયેલાં અનેક કામોને ફરી શરૂ કરવા માટે લોકોપયોગી યોજનાઓનો ગૂંગળાઈ ગયેલો શ્ર્વાસમુક્ત કરવાની તક અમને માત્રને માત્ર મોદીજીને કારણે જ… દુનિયાભરમાં મોદીજીના નામનો ડંકો વાગી રહ્યો છે અને હું દાવોસ ગયો ત્યારે લોકો મોદી… મોદી કરી રહ્યા હતા, એવું શિંદેએ વધુમાં જણાવ્યું હતું.
મહાવિકાસ આઘાડી પર હુમલો કરતાં શિંદેએ જણાવ્યું હતું કે તેમના સમયગાળામાં રાજ્યનો વિકાસ રૂધાઈ ગયો હતો. ફડણવીસજી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે મોદીજીએ મેટ્રોનું ભૂમિપૂજન કર્યું હતું, પણ અમુક લોકોને મોદીજીના હસ્તે મેટ્રોનું ઉદ્ઘાટન થાય એવી જરાય ઈચ્છા નહોતી, પણ નિયતી આગળ કોઈનું ક્યાં ચાલે છે.
પોતાના ભાષણમાં મુખ્ય પ્રધાને વર્તમાન સરકાર પર ટીકા કરનારાઓને વળતો જવાબ આપતાં જણાવ્યું હતું કે છ મહિનામાં જ વિરોધ પક્ષમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. વિરોધકોએ જેવી અને જેટલી ટીકા કરવી હોય એટલી કરે, અમે લોકો અમારા કામથી એ લોકોને જવાબ આપીશું.
—