દેશની રાજધાની દિલ્હીમાં વડાપ્રધાન મોદીને લઈને લગાવેલા પોસ્ટરને લઈને BJP-AAP આમને સામને આવી ગયા છે. આ વિવાદમાં હવે આમ આદમી પાર્ટી લડાયક મૂડમાં આવી ગઈ છે. દિલ્હી AAP કન્વીનર ગોપાલ રાયે જાહેરાત કરી છે કે આમ આદમી પાર્ટી જંતર-મંતર મેદાનથી ‘મોદી હટાઓ દેશ બચાવો’ ના નારા લગાવશે.
જંતર-મંતર પર આમ આદમી પાર્ટી એક જાહેરસભા યોજવા જઈ રહી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પણ જંતર-મંતર ખાતેના કાર્યક્રમમાં ભાગ લેશે. આ દરમિયાન આમ આદમી પાર્ટી જંતર-મંતરથી ‘મોદી હટાઓ દેશ બચાવો’ ના નારા લગાવશે.
खुद को “56 इंच” बताने वाला
56 inch के “Poster” से डर गया।#ModiHataoDeshBachao pic.twitter.com/Xj8JUWhVTr— AAP (@AamAadmiParty) March 22, 2023
“>
દિલ્હીના ઘણા વિસ્તારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે આ મામલે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અત્યાર સુધીમાં કુલ 138 FIR નોંધી છે અને છ આરોપીની ધરપકડ કરી છે.
પોલીસની કાર્યવાહી અંગે AAPના ગોપાલ રાયે કહ્યું, “પોસ્ટર લગાવવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે, શું તે વાંધાજનક પોસ્ટર છે? જો આમ આદમી પાર્ટી ‘મોદી હટાઓ દેશ બચાવો’ ના નારા લગાવી રહી છે, તો વાંધો શું છે? BJP વિપક્ષી પાર્ટીઓ વિરુદ્ધ તમામ પ્રકારના પોસ્ટરો લગાવે જ છે. જો દેશના પીએમ લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા હોય, દેશના બંધારણ પર હુમલો કરી રહ્યા હોય, તો તેનો એક જ ઉપાય છે કે મોદી હટાઓ દેશ બચાવો.”
ગોપાલ રાયે કહ્યું કે બીજેપી હજારો પોસ્ટર લગાવતી રહે છે, ક્યારેય એફઆઈઆર દાખલ થતી નથી. બીજેપી દરરોજ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર લગાવે છે. BJP એક પ્રકારનો ડર ફેલાવી રહી છે. સૂત્રોચ્ચાર કરવો એ પક્ષોનો અધિકાર છે. પોલીસે આવી એકતરફી કાર્યવાહી ન કરવી જોઈએ.
દિલ્હી બીજેપી પ્રવક્તા હરીશ ખુરાનાએ કહ્યું કે કાયદા અનુસાર પ્રિન્ટીંગ પ્રેસના નામ સાથે પોસ્ટર લગાવવાના હોય છે. આમ આદમી પાર્ટીએ પોસ્ટરો લગાવવામાં કાયદાનું પાલન કર્યું નથી.