દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ તમને મળશે કે જેને સંગીત સાંભળવાનું ના ગમતું હોય. સંગીત સાંભળવાથી થાક તો દૂર થાય જ છે, પણ એની સાથે સાથે મગજને શાંતિ પણ મળે છે. ખુદ ડોક્ટર પણ કહે છે કે સંગીત સાંભળવાથી તાણ દૂર થાય છે અને મૂડ પણ ફ્રેશ થાય છે.
જે લોકો સંગીત નથી સાંભળતા એ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આ સોશિયલ મીડિયા પર પણ તમને સંગીત સંબંધિત વિવિધ પ્રકારના વીડિયો જોવા મળશે, જેમાં લોકો ગાતા જોવા મળે છે. આ વીડિયોના માધ્યમથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને અનેક એવા ટેલેન્ટેડ સિંગર મળ્યા છે.
ઘણા લોકોનો અવાજ તો એટલો બધો સુંદર અને મધુર હોય છે કે તેને સાંભળીને દિલ એકદમ ખુશ થઈ જાય છે. આજકાલ આવા જ એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિ દિલ્હી પોલીસમાં ફરજ બજાવે છે અને તેણે આટલું સારી રીતે ગીત ગાયું છે કે લોકો એના ફેન થઈ ગયા છે.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વાહનોના પાર્કિંગમાં ઉભેલા પોલીસકર્મી પોતાના સુંદર અવાજમાં ‘દિલ સંભાલ જા જરા’ ગીત ગાઈ રહ્યા છે. તેના અવાજમાં એક અલગ જ જાદુ છે. આ પોલીસ કર્મચારીને ગાતા સાંભળીને એવું લાગે છે કે જાણે તે એક પ્રોફેશનલ સિંગર છે. આ પોલીસકર્મીનું નામ રજત રાઠોડ હોવાનું કહેવાઈ રહ્યું છે. રજત દિલ્હી પોલીસમાં ફરજ બજાવે છે અને સોશિયલ મીડિયા પર પણ તેઓ ખૂબ એક્ટિવ છે. રજત અવારનવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સિંગિંગ સંબંધિત વિવિધ પ્રકારના વીડિયો શેર કરે છે, જેને લોકો ખૂબ પસંદ પણ કરે છે.
રજતના આ અદ્ભુત ગીતને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર મ્યુઝિકલચેમ્બર નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 2 લાખ 22 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.
લોકો વીડિયો જોયા બાદ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો રજતના અવાજના વખાણ કરી રહ્યા છે તો કેટલાક મજાકમાં કહી રહ્યા છે કે ‘સર, દુ:ખી થઈને પોલીસની પરીક્ષા પાસ કરી’. એ જ રીતે એક યુઝરે લખ્યું છે કે ‘મોટિવેશન તો આવું હોવું જોઈએ’ તો એક મહિલા યુઝરે લખ્યું છે કે આ પોલીસકર્મીએ એટલું સુંદર ગાયું છે કે મને વારંવાર આ ગીત સાંભળવાનું મન થઈ રહ્યું છે.
View this post on Instagram