દિલ્હીના કથિત લીકર પોલિસી કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિહ નામ પણ સામે આવ્યું છે. EDની બીજી પૂરક ચાર્જશીટમાં સંજય સિહનું નામ સામેલ કરવામાં આવ્યું છે. જોકે સવારથી એવી ચર્ચા હતી કે પુરક ચાર્જશીટમાં રાઘવ ચઢ્ઢાનું નામ સામેલ કરવામાં આવ્યું છે, રાઘવ ચઢ્ઢાએ એક નિવેદન જાહેર કરી આ વાતનું ખંડન કર્યું હતું.
EDની બીજી પૂરક ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે મનીષ સિસોદિયાના સેક્રેટરીએ સંજય સિહ નામ આપ્યું છે. મનીષ સિસોદિયાના ઘરે યોજાયેલી બેઠકમાં સંજય સિહ હાજર રહ્યા હોવાનું ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે. ચાર્જશીટમાં જણાવાવમાં આવ્યું કે ખોટા વ્યવહારો માટે યોજના ઘડવામાં આવી હતી.
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને દિલ્હીના મુખ્યપ્રધાન નામ સામે આવી ચૂક્યા છે. મનીષ સિસોદિયા દારૂના કૌભાંડમાં જેલમાં બંધ છે. દિલ્હી સરકારે 17 નવેમ્બર, 2021 ના રોજ નવી લિકર પોલિસી લાગુ કરી હતી.
નવી દારૂની નીતિ લાગુ થયા બાદ દિલ્હી સરકારે રેવન્યુ વધારવાની અને માફિયાઓને ખતમ કરવાની વાત કરી હતી, પરંતુ આ બાજી એકદમ ઉલટી પડી. દિલ્હી સરકારની આવકમાં નુકસાન થયું. જુલાઈ 2022 માં, દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવે એલજી વીકે સક્સેનાને એક રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં મનીષ સિસોદિયા પર દારૂના વેપારીઓને અયોગ્ય લાભ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.