બોલીવૂડ એક્ટર રણવીર સિંહ તેની સ્ટાઈલને લઈને અવારનવાર ચર્ચાનું કારણ બને છે. તાજેતરમાં તેના દિપીકા વચ્ચેના અણબનાવના સમાચાર વહેતા થયા હતાં દરમિયાન દીપિકાએ ગણવીસ સિંહ સાથેનો એક પ્રેમાળ વીડિયો શેર કરીને અફવા ફેલાવનારા લોકોની બોલતી બંધ કરી હતી. આ ઉપરાંત રણવીર સિંહ એક સ્ટોરમાં ગયો હતો ત્યાં દીપિકાના પોસ્ટરને જોઈને તસવીર પર જ દીપિકા પર પ્રેમ લૂટાવી રહ્યો હતો. આ જોઈને દીપિકાએ પ્રતિક્રિયા પણ આપી હતી. ‘એક એવી વ્યક્તિને શોધો જે તમને એવી રીતે જોશે કે જાણે તમે તેની આખી દુનિયા છો.’