ભારતના ફાસ્ટ બોલર દિપક ચાહર અન્ય ખેલાડીઓ સાથે બાંગ્લાદેશ રવાના થયો હતો. ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે રવિવારથી વનડે મેચ સિરીઝ રમાવા જઈ રહી છે. ચાહરે બાંગ્લાદેશ પહોંચીને ટ્વીટ કરીને પોતાનો કડવો અનુભવ શેર કર્યો હતો અને એરલાઈન્સની સર્વિસ અંગે નારાજી વ્યક્ત કરી હતી.
Had a worse experience traveling with Malaysia airlines @MAS .first they changed our flight without telling us and no food in Business class now we have been waiting for our luggage from last 24hours .imagine we have a game to play tomorrow 😃 #worse #experience #flyingcar
— Deepak chahar 🇮🇳 (@deepak_chahar9) December 3, 2022
ચાહરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મલેશિયા એરલાઈન્સ સાથે પ્રવાસનો અનુભવ ખૂબ જ ખરાબ રહ્યો. તેમણે અમને જાણ કર્યા વગર ફ્લાઈટ બદલી નાંખી. આ સિવાય બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરી રહ્યા હોવા છતાં અમને ખાવાનું પણ નહીં આપ્યું. અમે છેલ્લાં 24 કલાકથી અમારા સામાનનો ઈંતેજાર કરી રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે આવતી કાલે અમને મેચ રમવાની છે.
Not working
— Deepak chahar 🇮🇳 (@deepak_chahar9) December 3, 2022
ચાહરના ટ્વીટ બાદ એરલાઈન્સે માફી માંગી હતી.