વર્ષ 2021માં ગુજરાતના જેતલસરમાં સૃષ્ટી નામની એક યુવતીને 36 ઘા ઝીંકમા મોતને ઘાટ ઉતારનારા જયેશ સરવૈયાને જેતપુર સેશન્સ કોર્ટે ફાંસીની સજા આપી છે. સૃષ્ટી 11માં ધોરણમાં ભણતી હતી ત્યારે જયેશ તેના એક તરફી પ્રેમમાં હતો. તે તેની પાછળ સ્કૂલે આવતો. તેને પજવતો હોવાથી સૃષ્ટિએ માતા-પિતાને જાણ કરી હતી. પિતાએ જયેશને ઠપકો આપ્યો હતો, પરંતુ જયેશ સુધર્યો ન હતો.
તે સૃષ્ટીને લગ્ન કરવા પણ દબાણ કરતો હતો. સૃષ્ટિ સતત ના કહેતી રહી ત્યારે એક દિવસ તે તેના ઘરે ચડી આવ્યો હતો. તે સમયે સૃષ્ટિના માતા-પિતા કામ પર ગયા હતા. ભાઈ-બહેન ઘરે હતા. જયેશે સૃષ્ટિના શરીર પર 36 ઘા ઝીંકી દીધા અને તેના ભાઈ હર્ષને પણ લોહીલુહાણ કરી નાખ્યો. હર્ષ બહાર નીકળી રસ્તા પર ફસડાઈ પડ્યો. જયેશ લોહીવાળા કપડા ને હાથમાં ચાકુ લઈને જાહેર રસ્તા પર નીકળ્યો અને ત્રણ દિવસ બાદ પોલીસે તેને પકડી જેલ ભેગો કર્યો. હર્ષ બચી ગયો, પણ સૃષ્ટિ જીવથી ગઈ.
કોર્ટે આજે તેને સજા ફરમાતા આખું ગામ સંતુષ્ઠ થયું હતું. સૃષ્ટિની માતા કોર્ટના પ્રાગણમાં જ ભાંગી પડી હતી. સરકારી વકીલે આ એક નહીં પણ 36 ઘા દ્વારા 36 જીવ લીધા જેવી ગંભીર ઘટના હોવાનું જણાવ્યું હતું.