મેઘાલય ચૂંટણી પ્રચાર દરમિયાન, UDPમાંથી ચૂંટણી લડી રહ્યા હતાં
મેઘાલયમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તમામ રાજકીય પક્ષોના નેતાઓ તેમના પક્ષના ઉમેદવારોની તરફેણમાં સમર્થન મેળવવા માટે જાહેર સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન એચડીઆર લિંગદોહનું ચૂંટણી પ્રચાર દરમિયાન નિધન થયું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ અચાનક નીચે પડી ગયા હતા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ લિંગડોહને મૃત જાહેર કર્યા હતા. તેમના નિધનનું કારણ હજી સ્પષ્ટ નથી, પરંતુ હૃદયરોગ નો હુમલો આવવાથી મ્રૃત્યુ થયું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાથી UDPને મોટો ફટકો પડ્યો છે. તેઓ યુડીપીની ટિકિટ પર ચૂંટણી પણ લડી રહ્યા હતા. આ ચૂંટણીમાં UDP 60માંથી 46 સીટો પર ચૂંટણી લડી રહી છે, જે ગત વખત કરતા 13 બેઠકો વધુ છે. પાર્ટીને ફરી એકવાર કિંગમેકર બનાવવાની આશા છે. પાર્ટીએ ગત વખતે 6 બેઠકો જીતી હતી અને બે પેટાચૂંટણી જીત્યા બાદ તેની સંખ્યા 8 થઈ ગઈ હતી. યુડીપીના વડા અને વિધાનસભાના સ્પીકર મેટબાહ લિંગદોહ પણ માને છે કે રાજ્યની 60માંથી 30 બેઠકો પર કોઈ પક્ષ જીતી શકશે નહીં. તેઓ પક્ષની ચૂંટણીની સંભાવનાઓને લઈને આશાવાદી છે. પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓનો સામનો કરવા ઉપરાંત, રાજ્યનો આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવા અને યુવાનોને સશક્તિકરણ કરવા ઉપરાંત આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પર્યટન જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વચન આપવામાં આવ્યું છે. હેલ્થકેર માટે આરોગ્ય વીમાની સહાય, યુવાનો માટે કુશળતા વિકાસ અને મફત કોચિંગ સેન્ટર સ્થાપના જેવા અનેક ચૂંટણી વચનો આપવામાં આવ્યા છે.