નામ્બિયાથી લાવવામાં આવેલા આઠ ચિત્તામાંથી એક માદા ચિત્તાનું મધ્ય પ્રદેશના કૂનો પાર્કમાં મોત થયું હતું. સાશા નામના માદા ચિત્તાને કીડની ઈન્ફેક્શન થયું હોવાથી તેનું મોત થયું હોવાનું સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું. સપ્ટેમ્બર મહિનામાં નામ્બિયાથી ભારત લાવવામાં આવેલા આઠ ચિત્તામાંથી ચારને જ કૂના પાર્કમાં છોડવામાં આવ્યા હતા જ્યારે ચારને તેમની માટે બનાવેલા ખાસ એન્ક્લોઝરમાં રાખવામા આવ્યા હતા.
Shasha male leopard this morning . By Ahmed laher #wildearth pic.twitter.com/ah54AP78md
— Yumnah (@Yumnah54035647) September 19, 2021
વેટરીનરી ડોક્ટરના જણાવ્યા અનુસાર સાશા ડિહાઈડ્રેશન અને કીડનીના ઈન્ફેક્શનથી પરેશાન હતી. અહીંના સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે તેને ખાસ સારવાર આપવામાં આવતી હતી અને તે નબળી થઈ ગઈ હોવાથી ભેંસનું માંસ ભોજનમાં આપવામાં આવતું હતું. ચિત્તા સરંક્ષણ ફંડના પ્રવક્તાએ સાશાના મૃત્યુની ખબરને પૃષ્ટિ આપી હતી અને જણાવ્યું હતું કે આ પ્રકારનું ઈન્ફેક્શન ચિત્તાને થતું હોય છે. તે માટે ચિત્તાને નાજૂક પ્રાણી કહેવામાં આવે છે. જોકે વન વિભાગે આ ખબર અંગે સત્તાવાર રીતે જણાવ્યું નથી. આજે સવારે આઠ વાગ્યા આસપાસ આ ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું હતું. હવે એન્ક્લોઝરમાં રહેલા ત્રણમાંથી એક ચિત્તાને જંગલમાં છોડવામાં આવશે, તેમ સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું.