ભારતીય કફ સીરપને કારણે ગામ્બિયામાં બાળકોની મોતના દાવા અંગે ઈન્ફોસિસ કંપનીના સંસ્થાપક એન. આર. નારાયણમૂર્તિએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં નિર્માણ થયેલા કફ સિરપને કારણે 66 બાળકોના મોત એ ભારત માટે શરમની વાત છે. આને કારણે ભારતીય ફાર્મા નિયામક એજન્સીની છબી ખરડાઈ ગઈ છે. છેલ્લાં બે દાયકામાં ભારતે સાયન્સ અને ટેક્નોલોજી ક્ષેત્રે ઘણો વિકાસ કર્યો છે, પરંતુ હજુ પણ ઘણા પડકારો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ ઓક્ટોબર 2022ના દિવસે WHO દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું કે ભારતની મેડેન ફાર્માસ્યૂટિકલ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલી શરદી ઉધરસ માટેની સિરપ લોકોના મોત અથવા કિડનીની ગંભીર બીમારી માટે જવાબદાર બની શકે છે. સિરપમાં ડાઈથીલીન ગ્લાઈકોલ અને એથીલિન ગ્લાઈકોલનું પ્રમાણ વધુ હતું જે વ્યક્તિ માટે હાનિકારક છે.