અભિનેત્રી કંગના રનૌત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા બોલિવૂડ, વિવિધ ફિલ્મો અને સામાજિક મુદ્દાઓ પર ટિપ્પણી કરે છે. પરંતુ આ વખતે અભિનેત્રીએ તેની માતા વિશે કેટલીક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેત્રી કહે છે કે તેની માતા 7-8 કલાક ખેતીમાં કામ કરે છે.
બોલિવૂડ ક્વિન કંગના રનૌતે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ‘આ મારી માતા છે જે 7 થી 8 કલાક ખેતી કરે છે, ઘણીવાર ઘરે આવતા લોકો તેને કહે છે કે અમે કંગનાની માતાને મળવા માંગીએ છીએ. ત્યારે માતા, ખૂબ જ નમ્રતાથી વર્તે છે. તેના હાથ ધોવે છે અને આવેલા મહેમાનોને ચા, પાણી આપે છે અને કહે છે કે હું કંગનાની માતા છું. તે સમયે મહેમાનો આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેના પગે પડે છે.’
અભિનેત્રી આગળ લખે છે, ‘એકવાર મેં મારી માતાને કહ્યું હતું કે ઘરે આવનાર દરેક માટે ચા બનાવવાની શું જરૂર છે? તો તેમણે મને જવાબ આપ્યો કે બેટા, જે લોકો તને ખૂબ પ્રેમ કરે છે તેમની સેવા કરવી એ મારું સૌભાગ્ય છે. ધન્ય છે મારી માતાને!’
અભિનેત્રીએ ટ્વિટર પર આ પોસ્ટ શેર કર્યા બાદ ઘણા ચાહકો તેની માતાની સાદગીના વખાણ કરી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું, ‘કરોડપતિ હોવા છતાં કંગનાની માતા ખેતરોમાં કામ કરે છે, આવી સાદગી ક્યાંથી મળશે?’ કંગનાએ ફેન્સના ટ્વીટને રીટ્વીટ કર્યું અને લખ્યું, ‘યાદ રાખો કે મારી માતા મારા કારણે અમીર નથી. હું નેતાઓ, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓના પરિવારમાંથી આવું છું. મારી માતા છેલ્લા 25 વર્ષથી શિક્ષિકા હતી, ફિલ્મ માફિયાઓએ સમજવું જોઈએ કે મારી વર્તણૂંક આવી કેમ છે. આ વલણ ક્યાંથી આવે છે? હું કોઈ સસ્તું કામ નથી કરતી. હું તેમની જેવા લગ્નોમાં ડાન્સ નથી કરતી.’