Homeઆમચી મુંબઈએકનાથ શિંદે સરકારના બીજા વિસ્તરણની તારીખ આવી?

એકનાથ શિંદે સરકારના બીજા વિસ્તરણની તારીખ આવી?

મુંબઈ: મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની સરકારને છ મહિના કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં હજી સુધી પ્રધાનમંડળનું વિસ્તરણ થયું નથી. આ બધાની વચ્ચે હવે જાન્યુઆરી મહિનાની ૨૦-૨૨ તારીખની વચ્ચે વિસ્તરણ કરવામાં આવશે એવી આગાહી શિંદે જૂથના વિધાનસભ્ય દ્વારા કરવામાં આવી છે.
વિધાનસભ્ય સંજય શિરસાટે કહ્યું કે હવે કેબિનેટનું વિસ્તરણ કરવું પડશે. તેમણે કહ્યું હતું કે જાન્યુઆરીની ૧૫ તારીખ સુધીમાં વિસ્તરણ આડેના બધા અવરોધો દૂર થઈ જશે અને ૨૦-૨૨ તારીખ સુધીમાં વિસ્તરણ કરવામાં આવશે.
તેમણે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથની જોરદાર ટીકા કરતાં શિરસાટે કહ્યું હતું કે આગામી આઠ-દસ દિવસમાં ઉદ્ધવ ઠાકરે જૂથના બચેલા વિધાનસભ્યો પણ શિંદે જૂથમાં જોડાઈ જશે. સંજય રાઉતની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરે જૂથનો જે લાઉડસ્પીકર છે તેને કારણે જ આખી શિવસેના ખાલી થઈ જશે.’
ઉદ્ધવ ઠાકરેને મિસગાઈડ કરનારા લોકોને કારણે જ બાળ ઠાકરે દ્વારા બનાવવામાં આવેલી શિવસેના ખાલી થઈ રહી છે. આજે પણ આ જ કામ ચાલી રહ્યું છે. કોણ બોલી રહ્યું છે, શું બોલી રહ્યો છે? આ લોકોએ ક્યા ગ્રાઉન્ડ લેવલ પર ક્યારેય કોઈ કામ કર્યું છે? તેમને પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે ક્યારેય જમીનના સ્તરે કામ કરનારા કાર્યકર્તાઓ પાસેથી જાણકારી મેળવી છે? આ લોકોની વાતોને કારણે જ શિવસેના ખતમ થવા જઈ રહી છે, પરંતુ ઉદ્ધવ ઠાકરે હજી ચૂપ છે. કશું સમજ પડતી નથી.

શિંદે જૂથને કેન્દ્રમાં
બે પ્રધાનપદાં મળશે?
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ક્વોટાના બે સંસદસભ્યોને કેન્દ્ર સરકારના આગામી વિસ્તરણમાં પ્રધાનપદાં આપવામાં આવે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આધારભૂત સાધનો પાસેથી મળતી માહિતી મુજબ એક સંસદસભ્યને કેબિનેટ સ્તરનું અને બીજાને રાજ્ય કક્ષાનું પ્રધાનપદ આપવામાં આવશે. પ્રધાનપદ માટેના સંભવિત નેતાઓમાં મુંબઈના સંસદસભ્ય રાહુલ શેવાળે અને બુલઢાણાના ત્રીજી વખત સંસદસભ્ય બનેલા પ્રતાપરાવ જાધવનો સમાવેશ થાય છે. જાધવના અનુભવને ધ્યાનમાં લેતાં તેમને કેબિનેટ પ્રધાનપદ મળી શકે છે એમ પણ કહેવાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -