Homeઈન્ટરવલ૧૦મા ખલખાનો અભિષેક કરીને ચીનને દલાઈ લામાએ જોરદાર ઝટકો આપ્યો

૧૦મા ખલખાનો અભિષેક કરીને ચીનને દલાઈ લામાએ જોરદાર ઝટકો આપ્યો

ફોકસ -લોકમિત્ર ગૌતમ

સામાન્યપણે ચીનની ગુપ્તચર એજન્સી એમએસએસ (મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ સિક્યુરિટી)ના અધિકારીઓની હલચલ રાજધાની બીજિંગ તો શું ચીનના કોઈપણ શહેર અથવા કોઈ ખાસ કારણ પર નથી દેખાતી. પણ હાલમાં ૨૮મી માર્ચ ૨૦૨૩ના બીજિંગ સ્થિત ચીન સરકારના સત્તાવાર સચિવાલય ‘ધ સેન્ટ્રલ સેક્રેટિયટ ઑફ ધ ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી’માં એમએસએસના ઉચ્ચ અધિકારીઓ સવારથી આવ-જા કરવા લાગ્યા હતા. વાત જ કાંઈક એવી હતી જે એમએસએસને દુનિયાની સૌથી વધારે ગુપ્ત અને તાકાતવાન પણ અદ્રશ્ય એજન્સી માનવામાં આવે છે અને એમ પણ સમજવામાં આવે છે કે જ્યારથી ચીન અને રશિયા એકબીજાની એકદમ નજીક આવ્યા છે ત્યારથી રશિયાની ગુપ્તચર એજન્સી એફએસબી (ફેડરલ સિક્યુરિટી સર્વિસ)ની સાથે અનેક માહિતીઓની એકબીજાની સાથે આપ-લે કરવામાં આવે છે. ત્યાર પછી ગુપ્ત માહિતી સૂંઘવામાં તેનું નાક વધારે મજબૂત થઈ ગયું છે.
પણ ચોંકાવનારી બાબત એ છે કે જે એમએસએસ ૮૭ વર્ષના તિબેટિયન બૌદ્ધ ગુરુ દલાઈ લામાના ‘નેચરલ કોલ્સ’ પર પણ દિવસ-રાત નજર રાખે છે, તેને આ યલો હેટ આધ્યાત્મિક ગુરુ દ્વારા યોજાયેલા ૧૦મા ખલખા જેત્સુન ધમ્પા રિનપોછેના પુનર્જન્મને માન્યતા આપનારા અભિષેક સમારોહની જાણ પણ નહોતી થઈ. એટલે ૨૮મી માર્ચ ૨૦૨૩ની સવારથી જ બીજિંગમાં ચીન સરકારના સેક્રેટિયટમાં એમએસએસના અધિકારીઓની અવરજવર ચાલુ હતી. ચીન સરકાર પોતાની એજન્સીની આ લાપરવાહીથી ખૂબ જ નારાજ હતી અને તેના બધા જ મોટા અધિકારીઓને ઠપકારવામાં આવ્યા હતા. અનેકની રાતોરાત અહીંથી ત્યાં બદલી કરવામાં આવી હતી અને અનેક અધિકારીઓનું ડિમોશન પણ કરવામાં આવ્યું હતું કેમકે ચીન સરકારની નજરમાં એમએસએસની આ ખૂબ જ મોટી ભૂલ હતી. ચીન પોતાની એજન્સી દ્વારા થયેલી આ ભૂલથી વ્યાકુળ છે.
ખરેખર જોવા જઈએ આઠમી અને નવમી માર્ચ ૨૦૨૩ના હિમાચલના ધર્મશાલાની પાસે સ્થિત મેકલોડગંજમાં ૧૪મા તિબેટિયન બૌદ્ધ ગુરુ દલાઈ લામાએ પોતાના નિવાસસ્થાનના પરિસરમાં ૧૦મા ખલખા જેત્સુન ધમ્પા રિનપોછેના પુનર્જન્મની રિવાજ મુજબ જાહેરાત કરી હતી. પણ આ ઘટનાને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી હતી, જેના કારણે ચીનની ગુપ્તચર સંસ્થાને તેની જાણ જ થઈ નહોતી. જ્યારે એમ મનાય છે કે ધર્મશાલા અને મેકલોડગંજમાં એમએસએસના ડઝનેક એજન્ટો હિમાલયન જડીબુટ્ટી વેચવાવાળાથી માંડીને ચાય બનાવનાર અને મજૂરના રૂપે ફેલાયેલા છે. એટલે જ મેકલોડગંજમાં રહેવા છતાં દલાઈ લામાને ખૂબ જ સતર્ક રહેવું પડે છે.
પણ, ૧૦મા ખલખાના રૂપમાં એક આઠ વર્ષના મંગોલિયન મૂળના અમેરિકામાં જન્મેલા છોકરાના સમારોહપૂર્ણ પ્રતિસ્થાપનાની ચીનને જાણ જ ન થઈ. ત્યાં સુધી કે આ કાર્યક્રમમાં ભાગ લેવા મોંગોલિયાથી દલાઈ લામાના ૬૦૦થી વધારે અનુયાયી પણ આવ્યા હતા. તે છતાંય ચીનને આ બધાની જાણ ન થઈ. આ પુનર્જન્મ પ્રતિષ્ઠા સમારોહ આઠ અને નવમી માર્ચ ૨૦૨૩નાં સંપન્ન થયો. દલાઈ લામાની શિક્ષા અને પ્રારંભિક ચક્રસંવર અભિષેક કરવામાં આવ્યો. આ સમારોહમાં દલાઈ લામાએ સત્તાવાર રૂપે એ પણ જાહેરાત કરી કે મને મોંગોલિયાના ૧૦મા ખલખા જેત્સુન ધમ્પા રિનપોછેનો પુનર્જન્મ મળી ગયો છે.
તિબેટિયન બૌદ્ધ ધર્મમાં ચાર આધ્યાત્મિક ગુરુ હોય છે. અથવા એમ કહી શકાય કે બૌદ્ધ ધર્મમાં ચાર ‘સ્કૂલ ઓફ થોટ્સ’ છે. જેમાં ત્રીજા અને મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક ગુરુ ખલખા જેટસન રિનપોછે હોય છે. નવમા ખલખા જેટ્સન રિનપોછે એક તિબેટિયન હતા અને ૨૦૧૨ના મોંગોલિયામાં તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમનું કુટુંબ ધર્મશાલામાં રહે છે અને પુત્ર ચોફેલ યોનટેન મેકલોડગંજમાં એક કેફે ચલાવે છે. માનવામાં આવે છે કે સન-૨૦૧૫ના જ અમેરિકામાં જન્મ લેનાર એક આઠ વર્ષના બાળકને ખલખા જેટસન રિનપોછેના ૧૦મા અવતાર માની લેવામાં આવ્યા હતા અને આ વર્ષના ફેબ્રુઆરીના અંતમાં મોંગોલિયાના સૌથી મોટા ગંડન ટેગચીનલેન મઠમાં એક સમારોહ યોજીને આ બાળકને ૧૦મા ખલખાના રૂપે પહેલાં અભિષેક કરવામાં આવ્યો, જેમાં મોંગોલિયાના મોટાભાગના લામા હાજર રહ્યા હતા. પણ આ અવતારને અંતિમરૂપે માન્યતા ૧૪મા દલાઈ લામા દ્વારા જ મળવાની હતી એટલે ગુપ્તરૂપે આ સમારોહ મેકલોડગંજમા આઠમી અને નવમી માર્ચ ૨૦૨૩ના પૂરો થયો હતો. આ સમારોહની પૃષ્ઠભૂમિમાં જ ૧૪મા દલાઈ લામાએ વર્ષ ૨૦૧૬માં ઉલાનબટોરનો પ્રવાસ ખેડ્યો હતો, જેની ચીને આકરી ટીકા કરી હતી. પણ આ ટીકા પર ધ્યાન આપ્યા વિના ત્યારથી જ અભિષેકની કવાયત શરૂ કરવામાં આવી હતી. જેનું પરિણામ હવે સામે આવ્યું છે. ૧૦મા ખલખાના પુનર્જન્મના રૂપમાં ચિન્હીત કરાયેલો આ બાળક ઉલાનબટોરના સૌથી અમીર, વેપારી અને રાજકીય સામ્રાજ્યમાંથી એકમાં સંબંધ ધરાવે છે. આ અગુઈદાઉ અને અચીલ્ટાઈ અટ્ટનમાર નામના જોડિયાં બાળકોમાંથી એક છે.
આ બધાને કારણે ચીન સ્વાભાવિકરૂપે
જ ખફા છે. વાસ્તવમાં જ્યારથી તિબેટ પર ચીને પોતાનું આધિપત્ય જમાવ્યું છે ત્યારથી જ તિબેટના બૌદ્ધ મઠની પરંપરાના આધ્યાત્મિક ગુરુઓને પોતે જ માન્યતા આપે છે અને પોતાના તંત્ર દ્વારા તેમની પસંદગી કરાવે છે. એના કારણે જ જ્યારે ૨૦૧૬માં ૧૪મા દલાઈ લામા મોંગોલિયાના પ્રવાસે ગયા હતા, ત્યારે ચીને ખૂબ જ બબાલ કર્યો હતો. પણ દલાઈ લામા તેની પ્રતિક્રિયામાં કાંઈ જ બોલ્યા નહોતા. પણ હવે પરિણામ સામે આવ્યું છે, જે ચીનને આપવામાં આવેલો આંચકો છે. આ બધું એટલું સફાઈથી કરવામાં આવ્યું છે કે ચીનને એ સમજાતું નથી કે આ બધું કઈ રીતે થઈ ગયું? એ જ કારણ છે કે ૨૮મી માર્ચે આ સમાચાર આખી દુનિયામા મીડિયામાં રજૂ થયા અને વ્હાઈટ હાઉસ દ્વારા તેની ટિપ્પણી કરવામાં આવી તો ચીન આશ્ર્ચર્યચકિત થઈ ગયું.
આ આખી પ્રક્રિયા પર નજર નાખીએ તો અહીં અમેરિકાની હાજરી પણ વર્તાય છે કેમકે જે ૧૦ વર્ષના બાળકને ૧૦મા ખલખા જેટસન રિનપોછેના રૂપમાં માન્યતા આપવામાં આવી છે, તેના પિતા અલતનાર ચિંચુલુન અમેરિકાની એક યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર છે અને તેની માતા મોનખનાસન નર્મદખ ગૃહિણી છે. જ્યારે ૧૦મા ખલખા તરકે પસંદગી પામેલા બાળકની દાદી ગરમજાવ સેડેન મોંગોલિયાની સંસદનાં સભ્ય રહ્યાં છે. દલાઈ લામાના સમારોહમાં બાળકની તરફ ઈશારો કરતા ત્યાં હાજર લોકોએ જણાવ્યું હતું કે તેના પૂર્વજોના ચક્રસંવરના કૃષ્ણાચાર્યના વંશજ સાથે તેમનો ઘનિષ્ઠ સંબંધ હતો. તેમાંથી એકે જ મોંગોલિયામાં પોતાના અભ્યાસ માટે મઠની સ્થાપના કરી હતી. એટલે જ તેઓ આ બાળક અને તેના પૂર્વજોને ખૂબ શુભ માને છે.
એમાં કોઈ એમ નથી માનતું કે ચીન અત્યારે આ વાત આસાનીથી નહીં પચાવી શકે, અનેક પ્રકારના ઉંબાડિયા કરશે. તેની ગુપ્તચર એજન્સી આ બાળકની જિંદગી માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એટલે આ બાળકે આગામી કેટલાંક વર્ષ ગુપ્તવાસમાં ગુજારવા પડશે, પણ તિબેટિયન બૌદ્ધ ધર્મના ચારેય સંપ્રદાયના મઠ અને તેમના પ્રમુખોએ પણ વધારે સતર્ક રહેવું પડશે. ચીનના ડરને કારણે જ દલાઈ લામા અને તેમની ઓફિસમાં આ સમારોહની તસવીરો એક મહિના પછી બહાર પાડવામાં આવી છે. પણ એક એવા દૌરમાં જ્યારે ચીન વારંવાર અમેરિકાને ધમકી આપી રહ્યું હોય, ભારત સાથે કોઈ પણ કિંમતે સીમા વિવાદ સુલઝાવવાની તેની દાનત ન હોય ત્યારે ૮૭ વર્ષના દલાઈ લામાએ તેની તાકતવર હોવાની છબિને જોરદાર આંચકો આપ્યો છે. હવે જોવાનું એ રહે છે કે આવનારા દિવસોમાં ચીન આ કૃત્ય માટે ભારતને કેટલું દોષી પુરવાર કરવાની કોશિશ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -