તા. ૧૯-૩-૨૦૨૩ થી તા. ૨૫-૩-૨૦૨૩
રવિવાર, ફાલ્ગુન વદ-૧૨, તા. ૧૯મી માર્ચ, ૨૦૨૩. નક્ષત્ર ઘનિષ્ઠા રાત્રે ક. ૨૨-૦૩ સુધી, પછી શતભિષા. ચંદ્ર મકરમાં સવારે ક. ૧૧-૧૬ સુધી પછી કુંભ રાશિ પર જન્માક્ષર. પ્રદોષ, ત્રયોદશી ક્ષયતિથિ છે. પંચક પ્રારંભ સવારે ક. ૧૧-૧૬, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૫૫ (તા. ૨૦). શુભ કાર્ય વર્જ્ય છે.
સોમવાર, ફાલ્ગુન વદ-૧૪, તા. ૨૦મી, નક્ષત્ર શતભિષા રાત્રે ક. ૧૯-૩૮ સુધી, પછી પૂર્વાભાદ્રપદા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. શિવરાત્રિ, પંચક પ્રારંભ ક. ૧૧-૧૬, ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૫-૨૦, સૂર્ય સાયન મેષમાં મધ્યરાત્રિ પછી ક. ૨૬-૫૬. ઉત્તર ગોલારંભ, વિષુવદિન. શુભ કાર્ય વર્જ્ય છે.
મંગળવાર, ફાલ્ગુન વદ-૩૦, તા. ૨૧મી, નક્ષત્ર પૂર્વાભાદ્રપદા સાંજે ક. ૧૭-૨૪ સુધી, પછી ઉત્તરાભાદ્રપદા. ચંદ્ર કુંભમાં સવારે ક. ૧૧-૫૬ સુધી, પછી મીન રાશિ પર જન્માક્ષર. દર્શ અમાવસ્યા, અન્વાધાન, મન્વાદિ, જમશેદી નવરોઝ (પારસી), પંચક. શુભ કાર્ય વર્જ્ય છે.
બુધવાર, ચૈત્ર સુદ-૧, તા. ૨૨મી, નક્ષત્ર ઉત્તરાભાદ્રપદા બપોરે ક. ૧૫-૩૧ સુધી, પછી રેવતી. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, સંવત્સરાંભ, ગુડીપડવો, શાલિવાહન શાકે ૧૯૪૫ ‘શોભન’ નામ સંવત્સર પ્રારંભ, અભ્યંગસ્નાન, ધ્વજારોહણ, ચૈત્ર નવરાત્રારંભ, કલ્પાદિ, હેગડેવાર જયંતી, ભારતીય ચૈત્ર માસારંભ, ભારતીય નવું વર્ષ શાકે ૧૯૪૫ પ્રારંભ, પંચક. શુભ દિવસ.
ગુરુવાર, ચૈત્ર સુદ-૨, તા. ૨૩મી, નક્ષત્ર રેવતી બપોરે ક. ૧૪-૦૭ સુધી, પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં બપોરે ક. ૧૪-૦૭ સુધી, પછી મેષ રાશિ પર જન્માક્ષર. ચેતીચાંદ (સિંધી), ચંદ્રદર્શન, દક્ષિણ શૃંગોન્નતિ ૩ અંશ, પંચક સમાપ્તિ બપોરે ક. ૧૪-૦૭. સર્વદેવ પ્રતિષ્ઠા. લગ્ન, ઉપનયન. શુભ દિવસ.
શુક્રવાર, ચૈત્ર સુદ-૩, તા. ૨૪મી, નક્ષત્ર અશ્ર્વિની બપોરે ક. ૧૩-૨૧ સુધી, પછી ભરણી. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. મત્સ્ય જયંતી, ગૌરી તૃતીયા, આંદોલન તૃતીયા, મનોરથ તૃતીયા વ્રત, મન્વાદિ, ગણગૌર (રાજસ્થાન), સારહૂલ (બિહાર), મુસ્લિમ ૯મો રમજાન માસારંભ, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૩૪ (તા. ૨૫). શુભ કાર્ય વર્જ્ય છે.
શનિવાર, ચૈત્ર સુદ-૪, તા. ૨૫મી, નક્ષત્ર ભરણી બપોરે ક. ૧૩-૧૮ સુધી, પછી કૃત્તિકા. ચંદ્ર મેષમાં રાત્રે ક. ૧૯-૨૪ સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. વિનાયક ચતુર્થી, ભદ્રા સમાપ્તિ સાંજે ક. ૧૬-૨૨. શુભ કાર્ય વર્જ્ય છે. ઉ