તા. ૩૦-૧૦-૨૦૨૨ થી તા. ૫-૧૧-૨૦૨૨
રવિવાર, કાર્તિક સુદ-૬, વિ. સં. ૨૦૭૯, તા. ૩૦મી ઓક્ટોબર, ઈ. સ. ૨૦૨૨. નક્ષત્ર મૂળ સવારે ક. ૦૭-૨૬ સુધી, પછી પૂર્વાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૬ સુધી (તા. ૩૧મી), પછી ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. સૂર્ય છઠ્ઠ (બિહાર), મંગળ વક્રી. સામાન્ય દિવસ.
સોમવાર, કાર્તિક સુદ-૭, તા. ૩૧મી, નક્ષત્ર ઉત્તરાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૧૪ સુધી (તા. ૧લી), પછી શ્રવણ. ચંદ્ર ધનુમાં ક. ૧૧-૨૩ સુધી, પછી મકર રાશિ પર જન્માક્ષર. જલારામ જયંતી, સરદાર પટેલ જયંતી, કલ્પાદિ, ભદ્રા પ્રારંભ ક. ૨૫-૧૧. શુભ કાર્ય વર્જ્ય છે.
મંગળવાર, કાર્તિક સુદ-૮, તા. ૧લી નવેમ્બર, નક્ષત્ર શ્રવણ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૫૨ સુધી (તા. ૨જી), પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. કાર્તિક શુક્લ પક્ષ, દુર્ગાષ્ટમી, ગોપાષ્ટમી, હરિયાણા પંજાબ દિન, ત્રિવેન્દ્રમ આર્ટ (કેરાલા), ભદ્રા સમાપ્તિ ક. ૧૨-૦૬. (બપોરે ક. ૧૨-૦૬ પછી શુભ).
બુધવાર, કાર્તિક સુદ-૯, તા. ૨જી, નક્ષત્ર ઘનિષ્ઠા મધ્યરાત્રિ પછી ક. ૨૫-૪૨ સુધી (તા. ૩જી), પછી શતભિષા. ચંદ્ર મકરમાં બપોરે ક. ૧૪-૧૫ સુધી, પછી કુંભ રાશિ પર જન્માક્ષર. શ્રી હરિ જયંતી, કુષ્માંડ નવમી, અક્ષય નવમી, શ્રી રંગનાથ જયંતી, નારેશ્ર્વર, સતયુગાદિ, અનલા નવમી (ઓરિસ્સા), જગધાત્રી પૂજા (બંગાળ), પંચક પ્રારંભ ક. ૧૪-૧૫. શુભ કાર્ય વર્જ્ય છે.
ગુરુવાર, કાર્તિક સુદ-૧૦, તા. ૩જી, નક્ષત્ર શતભિષા મધ્યરાત્રિ પછી ક. ૨૪-૪૮ સુધી (તા. ૪થી), પછી પૂર્વાભાદ્રપદા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. પંચક. શુભ દિવસ.
શુક્રવાર, કાર્તિક સુદ-૧૧, તા. ૪થી, નક્ષત્ર પૂર્વાભાદ્રપદા મધ્યરાત્રે ક. ૨૪-૧૧ સુધી, પછી ઉત્તરા ભાદ્રપદા. ચંદ્ર કુંભમાં સાંજે ક. ૧૮-૧૮ સુધી, પછી મીન રાશિ પર જન્માક્ષર. દેવ ઊઠી એકાદશી, પ્રબોધિની એકાદશી (બિલીપત્ર), પંઢરપુર યાત્રા, ભીષ્મપંચક વ્રતારંભ, પંચક, ભદ્રા ક. ૦૬-૪૬ થી ક. ૧૮-૦૮. સામાન્ય દિવસ.
શનિવાર, કાર્તિક સુદ-૧૨, તા. ૫મી, નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા રાત્રે ક. ૨૩-૫૫ સુધી, પછી રેવતી. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. ચાતુર્માસ સમાપ્તિ, તુલસી વિવાહ પ્રારંભ, શનિ પ્રદોષ, પંચક, મન્વાદિ, ગરુડ દ્વાદશી (ઓરિસ્સા). તર્પણ શ્રાદ્ધ. શુભ કાર્ય વર્જ્ય છે.