તા. ૨૧-૫-૨૦૨૩ થી તા. ૨૭-૫-૨૦૨૩
રવિવાર, જયેષ્ઠ સુદ-૨, તા. ૨૧મી મે, ૨૦૨૩. નક્ષત્ર રોહિણી સવારે ક. ૦૯-૦૪ સુધી, પછી મૃગશીર્ષ. ચંદ્ર વૃષભમાં રાત્રે ક. ૨૧-૪૬ સુધી, પછી મિથુન રાશિ પર જન્માક્ષર. ચંદ્રદર્શન, સામ્યાર્ઘ, દક્ષિણ શૃંગોન્નતિ ૨ અંશ, ઘનિષ્ઠા નવક (મડા પંચક) સમાપ્તિ સવારે ક. ૦૯-૦૪. સૂર્ય સાયન મિથુનમાં બપોરે ક. ૧૨-૪૦. લગ્ન, ઉપનયન, સર્વદેવ પ્રતિષ્ઠા, શુભ દિવસ.
સોમવાર, જયેષ્ઠ સુદ-૩, તા. ૨૨મી, નક્ષત્ર મૃગશીર્ષ સવારે ક. ૧૦-૩૬ સુધી, પછી આર્દ્રા. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. રંભાવ્રત, મહારાણાપ્રતાપ જયંતી (રાજસ્થાન), મેલા હલદીઘાટી, ભારતીય જયેષ્ઠ માસારંભ, મુસ્લિમ ૧૧મો જિલ્કાદ માસારંભ. અમૃતસિદ્ધિયોગ સૂર્યોદયથી સવારે ક. ૧૦-૩૭. લગ્ન, ઉપનયન, ખાતમુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ શુભ દિવસ.
મંગળવાર, જયેષ્ઠ સુદ-૪, તા. ૨૩મી, નક્ષત્ર આર્દ્રા બપોરે ક. ૧૨-૩૭ સુધી, પછી પુનર્વસુ. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. વિનાયક ચતુર્થી, અંગારક યોગ, ઉમા ચતુર્થી (બંગાલ-ઓરિસ્સા), ગુરુ અર્જુનદેવ શહીદ દિન (શીખ), જરથોસ્તનો દિશો (પારસી), ભદ્રા બપોરે ક. ૧૨-૦૪થી રાત્રે ક. ૨૪-૫૭ શુભ કાર્ય વર્જ્ય છે.
બુધવાર, જયેષ્ઠ સુદ-૫, તા. ૨૪મી, નક્ષત્ર પુનર્વસુ બપોરે ક. ૧૫-૦૫ સુધી, પછી પુષ્ય. ચંદ્ર મિથુનમાં સવારે ક. ૦૮-૨૬ સુધી, પછી કર્ક રાશિ પર જન્માક્ષર. મહાદેવ વિવાહ (ઓરિસ્સા). લગ્ન, ઉપનયન,સર્વદેવ પ્રતિષ્ઠા, શુભ દિવસ.
ગુરુવાર, જયેષ્ઠ સુદ-૬, તા. ૨૫મી, નક્ષત્ર પુષ્ય સાંજે ક. ૧૭-૫૨ સુધી, પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. સ્કંદ ષષ્ઠી, અરણ્ય ષષ્ઠી, આરોગ્ય ષષ્ઠી, વિંધ્યવાસિની પૂજા, જામાત્રા ષષ્ઠી (બંગાળ), શીતળા ષષ્ઠી યાત્રા (ઓરિસ્સા), મહારાણી લક્ષ્મીબાઈ નિર્વાણ દિન (ઝાંસી), ગુરુપુષ્યામૃતસિદ્ધિયોગ સૂર્યોદયથી સાંજે ક. ૧૭-૫૨ (વિવાહે વર્જ્ય). સૂર્ય રોહિણીમાં રાત્રે ક. ૨૦-૫૮, ખાતમુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા, સર્વદેવ પ્રતિષ્ઠા, શુભ દિવસ.
શુક્રવાર, જયેષ્ઠ સુદ-૭, તા. ૨૬મી, નક્ષત્ર આશ્ર્લેષા રાત્રે ક. ૨૦-૪૯ સુધી, પછી મઘા. ચંદ્ર કર્કમાં રાત્રે ક. ૨૦-૪૯ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. સપ્તમી વૃદ્ધિ તિથિ છે. શુભ કાર્ય વર્જ્ય છે.
શનિવાર, જયેષ્ઠ સુદ-૭, તા. ૨૭મી, નક્ષત્ર મઘા રાત્રે ક. ૨૩-૪૨ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. ભદ્રા સવારે ક. ૦૭-૪૨ થી રાત્રે ક. ૨૦-૫૨. શુભ કાર્ય વર્જ્ય છે. ઉ