તા. ૭-૫-૨૦૨૩ થી તા. ૧૩-૫-૨૦૨૩
રવિવાર, વૈશાખ વદ-૨, તા. ૭મી મે, ૨૦૨૩. નક્ષત્ર અનુરાધા રાત્રે ક. ૨૦-૨૦ સુધી, પછી જયેષ્ઠા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. વિંછુડો. લગ્ન. શુભ કાર્ય વર્જ્ય છે.
સોમવાર, વૈશાખ વદ-૩, તા. ૮મી, નક્ષત્ર જયેષ્ઠા રાત્રે ક. ૧૯-૦૯ સુધી, પછી મૂળ. ચંદ્ર વૃશ્ર્ચિકમાં ક. ૧૯-૦૯ સુધી, પછી ધનુ રાશિ પર જન્માક્ષર. સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય રાત્રે ક. ૨૧-૫૪. ભદ્રા સવારે ક. ૦૭-૧૮ થી રાત્રે ક. ૧૮-૧૮, વિંછુડો સમાપ્તિ રાત્રે ક. ૧૯-૦૯. સામાન્ય દિવસ.
મંગળવાર, વૈશાખ વદ-૪, તા. ૯મી, નક્ષત્ર મૂળ સાંજે ક. ૧૭-૪૪ સુધી, પછી પૂર્વાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. શ્રી રવીન્દ્રનાથ ટાગોર જયંતી. લગ્ન. શુભ કાર્ય વર્જ્ય છે.
બુધવાર, વૈશાખ વદ-૫, તા. ૧૦મી, નક્ષત્ર પૂર્વાષાઢા સાંજે ક. ૧૬-૧૧ સુધી, પછી ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુમાં રાત્રે ક. ૨૧-૪૭ સુધી, પછી મકર રાશિ પર જન્માક્ષર. શ્રી ભુવનેશ્ર્વરી માતાનો પાટોત્સવ (ગોંડલ), મંગલ કર્કમાં રાત્રે ક. ૧૩-૪૬. લગ્ન, ઉપનયન, ખાતમુહૂર્ત શુભ દિવસ.
ગુરુવાર, વૈશાખ વદ-૬, તા. ૧૧મી, નક્ષત્ર ઉત્તરાષાઢા બપોરે ક. ૧૪-૩૬ સુધી, પછી શ્રવણ. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. ભદ્રા સવારે ક. ૧૧-૨૭થી રાત્રે ક. ૨૨-૧૬. સૂર્ય કૃત્તિકામાં મધ્યરાત્રે ક. ૨૪-૫૨. (તા. ૧૨). લગ્ન, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ, સર્વદેવ પ્રતિષ્ઠા સામાન્ય દિવસ.
શુક્રવાર, વૈશાખ વદ-૭, તા. ૧૨મી, નક્ષત્ર શ્રવણ બપોરે ક. ૧૩-૦૨ સુધી, પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકરમાં મધ્યરાત્રે ક. ૨૪-૧૭ સુધી, પછી કુંભ રાશિ પર જન્માક્ષર. કાલાષ્ટમી, ઘનિષ્ઠા નવકારંભ પ્રારંભ બપોરે ક. ૧૩-૦૨થી. પંચક પ્રારંભ મધ્યરાત્રે ૨૪-૧૭, લગ્ન, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ, સર્વદેવ પ્રતિષ્ઠા સામાન્ય દિવસ.
શનિવાર, વૈશાખ વદ-૮, તા. ૧૩મી, નક્ષત્ર ઘનિષ્ઠા સવારે ક. ૧૧-૩૪ સુધી, પછી શતભિષા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. ત્રિલોચનાથાષ્ટમી (બંગાળ), નવમી ક્ષયતિથિ છે. પારસી ૧૦મો દએ માસારંભ, પંચક, બુધ પૂર્વમાં ઉદય થાય છે. શુભ કાર્ય વર્જ્ય છે.